ગુજરાતના આ શહેર માં કોરોના કાળમાં કોઈ પણ સ્પેશિયલ બસ ચલાવવામાં નહીં આવે
10, એપ્રીલ 2021

જૂનાગઢ-

જૂનાગઢમા એસટી વિભાગે નવી એક પણ પ્રકારની વ્યવસ્થા નહીં હોવાનું નિયામક જી ઓ શાહે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું, એસટી નિગમના જે જૂના નિયમ છે કે કોઈ પણ વ્યક્તિ કે સંગઠન દ્વારા બસની તમામ ટિકિટનું બુકિંગ કોઈ એક સ્થળ માટે કરવામાં આવે તો તેવા કિસ્સામાં એસ.ટી.વિભાગ જે તે સ્થળ કે શહેર પૂરતી બસ ચલાવે છે. ત્યારે કોરોના સંક્રમણને કારણે આ પ્રકારની કોઈ નવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી નથી પરંતુ જૂની વ્યવસ્થાના ભાગરૂપે જ જાે કોઈ સમૂહ પોતાના ઘરે જવા ઈચ્છું હોય તો એક સાથે બસનું બુકીંગ કરાવે એસ.ટી.વિભાગ જે તે સ્થળ કે ગામ પૂરતી બસ ચલાવી રહી છે.

તેમણે જણાવ્યું, કોરોના સંક્રમણ કાળમાં જુનાગઢ એસટી વિભાગે એક પણ પ્રકારની નવી બસ શરૂ કરી નથી કે નવા કોઈ રૂટ પર બસ લાવવાનું આયોજન પણ કર્યું નથી. કોરોના સંક્રમણને કારણે રાત્રીના આઠ વાગ્યાથી વહેલી સવારે છ વાગ્યા સુધી તમામ પ્રકારની બસોનું સંચાલન બંધ રાખવામાં આવ્યું છે કફ્ર્યુની સમય મર્યાદા પૂર્ણ થતા બસોનો રાત્રિના ૮ કલાક સુધી સંચાલન કરવામાં આવે છે કોરોના સંક્રમણ ને ધ્યાને રાખીને જુનાગઢ એસટી વિભાગના નિયામક જી ઓ શાહ સાથે વાત થતાં તેમને જુનાગઢ એસટી વિભાગ નીચે આવતી એક પણ ડેપોમાંથી કોઈ સ્પેશિયલ કે નવી બસોનું સંચાલન શરૂ કર્યું નથી.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution