અમદાવાદ-

અમદાવાદ શહેરમાં કોરોનાની પરિસ્થિતિ અતિ ગંભીર બની છે. સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને દાખલ થઈ રહ્યા છે. ત્યારે અમદાવાદમાં ખાનગી હોસ્પિટલો અને કોવિડ કેર સેન્ટરો વધારવામાં આવ્યાં છતાં પરિસ્થિતિ વધુ વણસી રહી છે. શહેરમાં કોરોનાની સારવાર કરતી ૧૭૧ ખાનગી હોસ્પિટલો અને ૪૨ કોવિડ કેર સેન્ટરમાં ૨જી મેના રોજ સવારે ૯.૩૦ વાગ્યાની સ્થિતિએ ૨ ઓક્સિજન બેડ ખાલી છે જ્યારે એકપણ વેન્ટિલેટર ઉપલબ્ધ નથી. એવામાં કોરોનાના ગંભીર લક્ષણો ધરાવતા દર્દીઓના પરિજનો પણ બેડ શોધવામાં આમથી તેમ દોડાદોડી કરી રહ્યા છે, છતાં નિરાશા જ હાથમાં આવી રહી છે.

શહેરની ખાનગી હોસ્પિટલો, કોવિડ સેન્ટર તથા ડેડિકેટેડ કોવિડ હોસ્પિટલોમાં ૧૧૨૦૯ બેડમાંથી ૨૪૬૪ બેડ ખાલી છે, જેમાં ૫૦૭ બેડ ખાનગી હોસ્પિટલમાં ખાલી છે. ખાનગી હોસ્પિટલોમાં આઈસોલેશનના ૪૪૦, ૐડ્ઢેંના ૬૭ બેડ ખાલી છે, જ્યારે ઓક્સિજન બેડ તથા વેન્ટિલેટર એકપણ ખાલી નથી. કોવિડ સેન્ટરો અને કોવિડ હેલ્થ સેન્ટરમાં ૧૯૫૭ જેટલાં બેડ ખાલી છે. છૐદ્ગછની વેબસાઈટ મુજબ, ૨જી મેના રોજ સવારે ૯.૩૦ વાગ્યા સુધીમાં અમદાવાદની છસ્ઝ્ર દ્વારા કોરોનાની સારવાર માટે જાહેર કરવામાં આવેલી કુલ ૧૭૧ ખાનગી હોસ્પિટલમાં ૬૫૧૪ બેડમાંથી આઇસોલેશન વોર્ડમાં ૨૧૬૭, ૐડ્ઢેંમાં ૨૪૬૬, ૈંઝ્રેંમાં ૯૬૦ અને ૈંઝ્રેં વિથ વેન્ટિલેટર પર ૪૧૪ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.