04, ડિસેમ્બર 2020
990 |
મુંબઇ
છેલ્લાં ત્રણ વર્ષથીય વધુ સમયથી એક પછી એક હીટ આપીને તે સફળતાના બ્રાન્ડ-વેગન પર સવારી કરી રહ્યો છે અને આ કારણે જ આયુષ્યમાન ખુરાના માત્ર ફિલ્મ-નિર્માતાઓનો જ નહીં, એડવર્ટાઇઝરોનો પણ બ્લ્યૂ-આઇડ સ્ટાર બન્યો છે. મહામારીના આ સમયગાળામાં તેણે આઠથી નવ બ્રાન્ડ સાથે કરાર કર્યા છે.
બ્રાન્ડ-નિષ્ણાતો તો કહે છે કે 'સતત સફળતા ઉપરાંત આયુષ્યમાનની ફેવરમાં બોય-નેક્સ્ટ-ડોરનો ચાર્મ તથા સદ્ધયતા છે, પછી ભલે ને તે આુટસાઇડરની રેન્કનો કેમ ન હોય.
ખુરાના એવું માને છે કે તેમના માટે શું કામ કરવું તેનો નિર્ણય મારો છે અને તે છે 'મોજાંઓ સામે તરવું'! તે કહે છે 'બધા એકાંકી છે, હું અહીં સ્થિર છું. તેનું સત્ય એ છે કે હું અત્યારે જે છું એ જ મારી વાસ્તવિક જિંદગીમાં છું મને લાગે છે કે મનોરંજક સિનેમાની ભિન્ન બાજું જોવા ભારત હવે તૈયાર છે, જે વાસ્તવિક છે, સંલગ્ન છે અને ટેબું-બ્રેકિંગ છે કેમ કે હું પોતે પણ એવી ફિલ્મો જોવા તૈયાર છું.'
ખુરાનાએ કોરોનાકાળમાં જે બ્રાન્ડ સાઇન કરી તેમાં જેએસડબલ્યું-ઇન્ડિયા, નેસ્ટલે, ટોયોટો, બજાજ આલિયાન્સ, સ્પ્રાઇઠ, ટાઇડ, સિપ્લા, પીટર ઇંગલેન્ડ અને કોકાકોલાનો સમાવેશ થાય છે 'આયુષ્યમાનની સૌથી મોટી શક્તિ છે તે ગમતી વ્યક્તિ છે તે છે તેની અપીલ દરેક વયજૂથના લોકોને સ્પર્શે છે, એમ કહે છે, બોલીવૂડના દિગ્દર્શક અને એક-ફિલ્મમેકર આર. બાલ્કી આ સાથે તેઓ ઉમેરે છે, 'એ એક સારો અભિનેતા છે, જે ખરેખર ઇન્ટેલિજન્ટ અને મોર્ડન-યુગની પસંદગી જેવો છે અને તે લોકો સાથે તેજસ્વી રીતે કામ કરી શકે છે, તેમાંય ખાસ કરીને યુવાનો સાથે આવા પ્રકારની બ્રાન્ડ ઇક્વિટી બ્રાન્ડ વિશ્વ અને અન્યો માટે એક એસેટ સમી માનવામાં આવે છે.
આયુષ્યમાન કહે છે, 'હું જેના માટે ઉભો રહું છું એ પ્રકારના કન્ટેન્ટમાં લોકો શ્રદ્ધા રાખી શકે છે, તે જોઇ હું વિનમ્રતા અનુભવું છું. મોટા ભાગના લોકો સફળતા મેળવવા આગળ વધે છે અને મારી પણ એવી જ જર્ની છે, તેને જોઇ લોકો સંતૃપ્તતા અનુભવે છે. હું પણ તેમનામાંનો જ એક છું અને સિનેમા થકી જ આવી સ્ટોરીઓ બહાર આવે છે, કેમ કે હું પોતે પણ સ્વ-સર્જિત, આદર્શવાદ અને ભારતના લોકોમાંથી જ પ્રેરણા અને હીરોઇઝમથી પ્રેરિત થયો છું.
ખુરાના એવું માને છે કે તેની પાસે અત્યારે ૨૫ બ્રાન્ડ છે. અને આ એક નવો પ્રવેશ છે અને ૨૦૧૯માં આ બ્રાન્ડની સંખ્યા ૧૦ હતી અને તેમાં ૪૦.૩ મિલિયન ડોલરની બ્રાન્ડ-વેલ્યૂ ધરાવતી ડક્ એન્ડ ફેલ્પ્સ સેલેબ બ્રાન્ડ હતી.
આ બધાને કારણે તારા પર કોઇ પ્રકારનું દબાણ આવે છે ખરું ? એવા પ્રશ્નના ઉત્તરમાં આયુષ્યમાને જણાવ્યુ હતું કે 'હું અત્યારે મારા જીવનના જે તબક્કામાં છું એ ચાલતો રહે એવું ઇચ્છું છું અને હું માનું છું કે આ મારા જીવનનો શ્રેષ્ઠ તબક્કો ચાલી રહ્યો છે. મારી ફિલ્મો મારા વ્યક્તિત્વનું એક્સટેન્શન છે. મારી માન્યતા વિચારધારા તથા દેશ માટેનો મારો દ્રષ્ટિકોણ એ બધાને આગળ ધપાવે છે. હું એવું વિચારું છું કે લોકો સમજે કે હું સમાજ અને મારા સાથી નાગરિકો માટે કંઇક સારું કરવા ઇચ્છું છું અને આટલું જ નહીં, હું મારા આ કાર્યમાં જરાય નિષ્ફળ જવા ઇચ્છતો નથી. એમ કહી આયુષ્યમાન ખુરાના એ સમાપન કર્યું હતું.