કરણ જોહરે મુંબઇ એકડમી ઓફ મૂલિંગ ઇમેજ એટલે કે મામીને પોતાનું રાજીનામું સોંપી દીધું છે. આ ફિલ્મ ફેસ્ટિવલના બોર્ડના તે સભ્ય હતા. સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા પછી કરણ પર સતત નેપોટિઝ્મ એટલે કે ભાઇ-ભતીજાવાદને પ્રોત્સાહિત કરવાનો આરોપ લાગી રહ્યો છે.

રિપોર્ટસની માનીએ તો, આરોપોથી પરેશાન થઇને કરણે મામીની ડાયરેકટર સ્મૃતિ કરણને પોતાનું રાજીનામું મેઇલ કર્યું છે. કહેવાય છે કે, ફેસ્ટિવલની ચેર પર્સન દીપિકા પદુકોણે કરણને મનાવાના પૂરતા પ્રયાસ કર્યા હતા.

પરંતુ તે માન્યા નહીં. આ રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, કરણ બોલીવૂડ સેલિબ્રિટિઓથી પણ નારાજ છે. તેના પર સતત નેપોટિઝ્મનો આરોપ મુકાતો રહ્યો છતાં કોઇ સેલિબ્રિટિનો તેને સાથ મળ્યો નહીં. કરણ થોડા દિવસોથી સોશિયલ મીડિયાથી દૂર થઇ ગયો છે. તે ફક્ત ટ્વીટર પર આઠ જણાને જ ફોલો કરી રહ્યા છે. જેમાં અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર, શાહરૃખ ખાન, નરેન્દ્ર મોદી અને તેની ઓફિસના ચાર સભ્યો છે. તેમજ તેણે ઇન્સ્ટાગ્રામના પોતાના એકાઉન્ટના કોમેન્ટ સેક્શનને પણ બ્લોક કરી દીધો છે.