20, સપ્ટેમ્બર 2020
મહેસાણા-
મહેસાણા જિલ્લામાં શનિવારે પણ નવા ૩૬ પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ મહેસાણા શહેરના એસટી વર્કશોપ રોડ, વી.કે.વાડી, વિસનગર રોડ, રાધનપુર રોડ, પ્રશાંત સિનેમા સામે, કપાસીયા બજાર, નાગલપુર, ધોબીઘાટ વગેરે વિસ્તારમાં ૧૦ અને ગ્રામ્ય વિસ્તારના ૬ કેસ મળીને તાલુકામાં ૧૬ કેસ નોંધાયા છે. ઉપરાંત ઊંઝામાં ૪, વડનગર તાલુકામાં ૫, વિસનગર તાલુકામાં ૮, બહુચરાજી ૨ અને કડીમાં ૧ નવો કેસ નોંધાયો છે.
પાટણ જિલ્લામાં શનિવારે 22 કોરોના પોઝિટિવ કેસ પ્રકાશમાં આવ્યા હતા. જે સાથે જિલ્લામાં કુલ કેસોનો આંકડો 1776 થયો હતો. પાટણ શહેરમાં સોનીવાડો, જળચોક-દુ:ખવાડો, અંબિ સોસાયટી, ભગવતીનગર સોસાયટી, મહાદેવનગર, સ્ટાફ ક્વાર્ટર જનરલ હોસ્પિટલ, ભંડારી પાડો, તાલુકાના ભલગામ અને મણુંદ ગામ મળી 9, ચાણસ્માના ઉગમણા દરવાજા બહાર, ઇન્દિરાનગર, સુસરીયો માઢ, ખુશાલ પ્રાગજીનો માઢ, તાલુકાના રૂપપુર ગામ મળી 5, સિધ્ધપુરના જમાતખાના મોમીનવાસ 1, રાધનપુરની નર્મદા કોલોનીમાં 1, સરસ્વતીના કોટાવડ ગામે 1, શંખેશ્વરના વાડી વિસ્તારમાં 1, સાંતલપુરના દેરાસરવાસ, સ્ટાફકવાર્ટર, તાલુકાના વારાહી અને સિધાડ ગામે મળી 4 કેસ નવા પ્રકાશમાં આવ્યા છે. જિલ્લામાં કુલ ૬૩ કોરોનાગ્રસ્તોનું મોત થયું છે.