ગુજરાતના 108 ડેમ હાઈ એલર્ટ પર, અત્યાર સુધી 9804 લોકોનું સ્થળાંતર કરાયું
23, ઓગ્સ્ટ 2020

ગાંધીનગર-

રાજ્યના 108 ડેમ હાઈ એલર્ટ પર છે. ભારે વરસાદને પગલે 9804 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. રાજકોટમાં સતત 1700 લોકોનું સ્થળાંતર થયું છે. એનડીઆરએફની સારી કામગીરી કરવામાં આવી છે. 13 ટીમોને કામે લગાડવામાં આવી છે. બનાસકાંઠા, પાટણ, છોટાઉદેપુર, મહીસાગરમાં 11 જેટલી ટીમો સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. 95 ગામમાં વીજપુરવઠો ખોરવાયો હતો અને તેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. 46 ગામોમાં વીજપુરવઠો સ્થાપિત કરવાની કામગીરી ચાલુ છે. 127 પંચાયતના રસ્તો અને 138 રસ્તાઓને બંધ કરવાની જરૂરિયાત ઊભી થઇ છે. 

રાજ્યમાં પડી રહેલા ભારે વરસાદને પગલે સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલરૂમમાં તાત્કાલિક બેઠક બોલાવવામાં આવી હતી. હવામાન વિભાગની આગાહીને પગલે બેઠકમાં સમીક્ષા કરવામાં આવી હતી. એનડીઆરએફની મુવમેન્ટ સહિત તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા થઇ હતી. જે અંગે રાહત કમિશનર હર્ષદ પટેલે કહ્યું કે, ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે ત્યારે ઓગસ્ટથી રાજ્યમાં વરસાદ સારા પ્રમાણમાં છે. હવામાન વિભાગના આગાહી પ્રમાણે બનાસકાંઠા, પાટણ, મોરબી ઉપરાંત મહેસાણા, ગાંધીનગર, પંચમહાલ, દાહોદ અને ગાંધીનગરમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે. આવતીકાલે પણ બનાસકાંઠા, પાટણ, મોરબી જેવા જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે. તેમજ સાબરકાંઠા અને સૌરાષ્ટ્રમાં પણ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. રાજ્યમાં 93 ટકા જેટલો વરસાદ રાજ્યમાં પડી ચૂક્યો છે. માત્ર બે તાલુકા એવા છે, કે જેમાં 250 મિલી મીટર એટલે કે 10 ઈંચથી ઓછો વરસાદ પડયો છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution