૬ માર્ચે કેવડિયામાં વડાપ્રધાન મોદી ડિફેન્સ કોન્ફરન્સમાં ભાગ લેવા આવશે
27, ફેબ્રુઆરી 2021

ગાંધીનગર : રાજ્યમાં હાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને કારણે પ્રચાર પ્રસાર જાેરશોરથી જામી રહ્યો છે. ગુજરાતની ૬ મનપાની ચૂંટણીમાં ભાજપે શાનદાર પ્રદશન કર્યું છે અને તમામ મનપા પર જીત હાંસલ કરી છે. તેવામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને મોટા સચામાર આવી રહ્યા છે. પ્રધાનમંત્રી મોદી ૬ માર્ચે ગુજરાત પ્રવાસે આવવાના છે.

કેવડિયામાં આગામી માર્ચ મહિનમાં ત્રિદિવસીય ડિફેન્સ કોન્ફરન્સ મળવાની છે. ટેન્ટ સિટી ખાતે યોજાનાર આ કોન્ફરન્સ ૩ માર્ચથી ૬ માર્ચ સુધી યોજશે. આ કોન્ફરન્સમાં સેનાની ત્રણેય પાંખોના વડાઓ અને અધિકારીઓ સામેલ રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોન્ફરન્સના સમાપન સમારોહમાં હાજર રહેશે. અને સેનાના ત્રણેય પાંખોના વડાઓ અને અધિકારીઓને સંબોધન કરવાના છે.

રાજ્યમાં એક બાજુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ બરાબરનો જામ્યો છે. અને પીએમ નરેન્દ્ર મોદીના પ્રવાસને લઈને લોકોમાં ભારે ઉત્સુકતા છે. મનપામાં મળેલી ભવ્ય જીત બાદ ભાજપ નેતાઓ પીએમ મોદીને આવકારવા થનગની રહ્યા છે. તો પાલિકા-નગરપાલિકા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાઈ શકે તેવી સંભાવના છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution