ભરૂચ

દાંડીયાત્રાના બારમા દિવસે આરોગ્ય પરિવાર કલ્યાણ રાજય મંત્રી કિશોરભાઇ કાનાણી સમની રોડ ખાતે દાંડી યાત્રિકોનું સુતરની આંટીથી સ્વાગત કર્યું હતું. આ વેળાએ પૂર્વ મંત્રી છત્રસિંહ મોરી, જિલ્લા પંચાયતના પ્રમુખ અલ્પાબેન પટેલ, જિલ્લા કલેકટર ડો.એમ.ડી.મોડિયા, જિલ્લા વિકાસ અધિકારી અરવિંદ વિજયન, ડી.કે.સ્વામી, તાલુકા પંચાયતના પ્રમુખ રોનક પટેલ તથા અન્ય પદાધિકારીઓ પણ દાંડીયાત્રિકોના સ્વાગતમાં જાેડાયા હતા. કેરવાડાના દરબારગઢ ખાતે દાંડીયાત્રિકોનું સ્વાગત કરતાં ૮૭ વર્ષીય ગાંધી વિચારો ધરાવતા બદ્રીભાઇ જાેષીએ “ બાપુના પાઠ તમે ભણી જુઓ...ઘેલા હો માનવી..ભણી જુઓ અને ભણાવી જુઓ ઘેલા હો માનવી..... “ ગીત ગાઇને દાંડીયાત્રિકોના ઉત્સાહમાં વધારો કર્યો હતો અને દાંડીયાત્રિકોને આગળની યાત્રા માટે શુભેચ્છા પાઠવી હતી. તેજ રીતે કેરવાડા ગામના જ મયુરધ્વજસિંહ રાણાએ દાંડીયાત્રિકોને રૂા.પ૦૧/-ની થેલી એનાયત કરી હતી તેમણે જણાવ્યું હતું કે ૧૯૩૦ની સાલમાં જયારે ગાંધીજી કેરવાડાના આ દરબારગઢ ખાતે પાંચ મિનિટ ભાષણ કર્યું હતું