04, જાન્યુઆરી 2021
ડભોઇ : એસ.ઑ.જી. પોલીસ જવાનો પેટ્રોલીંગમાં હતા તે અરસામાં બાતમી મળી હતી કે કાયાવરોહણની સિમમાં આવેલ લીગસ્થળી ચોકડી નજીક એક ઈસમ દેશી તમંચો લઈ આવનાર છે જે આધારે વોચ રાખી બાતમી આધાર નો ઈસમ આવતા તેને ઝડપી પાડી રૂ.૫૦૦૦ નો દેશી બનાવટ નો તમંચો કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી છે. ડભોઇના કાયાવરોહણ ગામ નજીક આવેલ લોગસ્થળી ચોકડી પાસે એક ઈસમ દેશી બનાવટ નો તમંચો લઈ આવનાર હોવાની પક્કી બાતમી વડોદરા ગ્રામ્ય એસ.ઑ.જી.પોલીસ ને મળતા જ પોલીસે લિંગસ્થળી ચોકડી પાસે વોચ રાખી બાતમી આધાર નો ઈસમ આવતો હતો તેને ઉભો રાખી નામ પૂછતા તેને મુકેશભાઈ વસાવા રહે કોલંબા મહાદેવ મંદિર નજીક તા.કરજણ જી.વડોદરાનાઓ હોવાનું જણાવેલ તેની પાસે થી દેશી બનાવટ નો તમંચો કિમત રૂ.૫૦૦૦ નો મળી આવ્યો હતો.