જામનગર મનપા દ્વારા વન ડે વન વોર્ડ સફાઈ ઝુંબેશ અંતગર્ત વોર્ડ નં-૬માં કામગીરી હાથ ધરાઈ
22, ડિસેમ્બર 2022

જામનગર, જામનગર મહાનગરપાલિકાના કમિશ્નર વિજય ખરાડી, નાયબ કમિશ્નર ભાવેશ જાનીના એક્શન પ્લાન મુજબ તેમજ સોલીડ વેસ્ટ વિભાગના કાર્યપાલક ઈજનેર મુકેશ વરણવાના માર્ગદર્શન મુજબ સમગ્ર શહેરને સ્વચ્છ-સુંદર રાખવા માટે “વન ડે વનવોર્ડ” સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ વોર્ડમાં “વન ડે વન વોર્ડ” સફાઈ ઝુબેશનું આયોજન કરવામાંઆવ્યું છે.  જે અંતર્ગત વોર્ડ નં.૬માં એર ફોર્સ મેઈન રોડ, ડિફેન્સ કોલોની, તિરૂપતિ પાર્ક, બાલાજી પાર્ક. ભીંડા વાળી વિસ્તાર, યોગેશ્વર ધામ વિસ્તારોમાં સમુહ સફાઈ તેમજ પાવડર ડસ્ટિંગ કામગીરી કરવામાં આવી હતી. આ કામગીરીમાં ૧ જે.સી.બી. ૨ ટ્રેક્ટર અને ૭૮ જેટલા સફાઈ કર્મચારીઓ રોકાયાં હતા.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution