રાજકોટ, જન્માષ્ટમીના તહેવારને લઈને કાગવડ શ્રી ખોડલધામ મંદિર ખાતે રવિવારે આખો દિવસ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. ૧ લાખ લોકોએ માઁ ખોડલના દર્શન કર્યા હતા અને ૪૦૦૦ જેટલા ભક્તોએ પ્રસાદ લીધો હતો. ખોડલધામ મંદિરના પરિસરમાં ગાર્ડન, ગજીબા અને શક્તિવનમાં પરિવાર સાથે રજાની મજા માણી હતી. રવિવારે રજાનો છેલ્લો દિવસ સોમવારથી રાબેતા મુજબ સ્કૂલ - કોલેજાે - હોસ્ટેલ ખુલવાની છે ત્યારે કાગવડ ખાતે માનવ મહેરામણ ઉમટ્યુ હતું. રજાના દિવસે લોકો નિરાંતે મજા માણવાનું પસંદ કરતા હોઈ છે. પરંતુ કાગવડ ખોડલધામ મંદિરના સ્વયંસેવકો રજાનો સદઉપયોગ કરી અલગ અલગ સેવા જેમ કે કેન્ટીન, ચા ઘર, પ્રસાદ ઘર, પાર્કિંગ, અલ્પાહાર, મંદિરમાં આવતા દર્શનાર્થીઓની કતારો કરવામાં જેવી અલગ અલગ સેવામાં સ્વયંસેવકો સેવા માટે આવી પોહચે છે. રોજિંદા ૬૦૦ સ્વયંસેવકો ખોડલધામ મંદિરે સેવા કરવા ખડેપગે જાેવા મળે છે. ખોડલધામ ટ્રસ્ટ દ્વારા તમામ સ્વયંસેવક સુધી ચા, પાણીની પણ સુવિધા પોહચાડે છે. જેતપુર - રાજકોટ નેશનલ હાઇવે પરથી કાગવડ મંદિર જવા માટેનો રોડ વનવે કરાયો હતો. હતો. મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટ્યા હતા. કાગવડ મંદિરેથી નેશનલ હાઇવે જવા માટે પીઠડીયા ટોલ ટેક્સ પાસે આવેલ લંબોદર ગણપતિ મંદિર પાસેથી નેશનલ હાઇવે પર વાહનો ડાયવર્ટ કરવામાં આવ્યા હતા. ખોડલધામ મંદિરની આસપાસ ૫ જેટલા મોટા પાર્કિંગ રાખવામાં આવ્યા હતા જે પણ જન્માષ્ટમીની રજામાં અનેક વાર હાઉસફૂલ થયા હતા. કાગવડ ગામથી લઈને મંદિરના પાર્કિંગ સુધી મોટી સંખ્યામાં સ્વયંસેવકો ખડેપગે રહે છે.