અમદાવાદ-

ગુજરાતનાં વધુ એક મહિલા અગ્રણીને રાષ્ટ્રીય સ્તરે હોદ્દો મળ્યો છે. UG મેડિ.એજ્યુ.બોર્ડનાં ચેરમેન તરીકે ગુજરાતી મહિલા ડો.અરુણા વણીકરની નિમણુક કરવામાં આવી છે. હાલમાં ડો.અરુણા ગુજરાત યુનિવર્સિટી ઓફ ટ્રાન્સપ્લાન્ટેશનનાં વીસી તરીકે ફરજ બજાવી રહ્યા છે.

નોધનીય છે કે મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન઼્ડિયાનું ગત ૨૫ સપ્ટે.ના રોજ વિસર્જન કરવામાં આવ્યું હતું. અને નેશનલ મેડિકલ કમિશનની રચના કરવામાં આવી છે. કમિશનની નીચે રહેશે ચાર સ્વતંત્ર બોર્ડની રચના કરવામાં આવી છે. જેમાં અંડર ગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશન બોર્ડ, પોસ્ટ ગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશન બોર્ડ, મેડિકલ એસેસમેન્ટ એન્ડ રેટિંગ બોર્ડ અને એથિક્સ એન્ડ મેડિકલ રજિસ્ટ્રેશન બોર્ડની રચના કરવામાં આવી છે. આ ચાર બોર્ડ પૈકી એક બોર્ડનો હવાલો ગુજરાતી મહિલા ડો. અરુણા વણીકર ને મળ્યો છે. નેશનલ મેડિકલ કમિશન આવ્યા બાદ તેને પણ પૂર્ણ સત્તા આપવામાં આવી નથી. તેના બદલે ચાર બોર્ડ બનાવીને સત્તાનું વિકેન્દ્રીકરણ કરવામાં આવ્યું છે. એનએમસીમાં ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો.હિમાંશુ પંડયા, ડો.અનિલ નાયકને સભ્યપદે સ્થાન મળ્યું છે. અંડર ગ્રેજ્યુએટ બોર્ડના અધ્યક્ષ તરીકે ઈન્સ્ટિટયુટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર, અમદાવાદના પેથોલોજી ડિપાર્ટમેન્ટના હેડ અને પ્રોફેસર ડો.અરૂણા વી.વણિકરની નિયુક્તિ કરવામાં આવી છે. 

ચારેય બોર્ડમાં અધ્યક્ષની મુદત ચાર વર્ષ અને સભ્યની મુદત બે વર્ષની રહેશે. મેડિકલ જગતમાં થતી ચર્ચા મુજબ ચાર નવા બોર્ડમાં સૌથી મહત્ત્વનું બોર્ડ મેડિકલ એસેસમેન્ટ એન્ડ રેટિંગ બોર્ડ છે. જેના અધ્યક્ષપદે દિલ્હીના ડોક્ટર છે. સેક્રેટરી જનરલ પણ દિલ્હીના છે.