કુખ્યાત અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમનો શાગિર્દ અહીંથી ઝડપાયો
03, એપ્રીલ 2021

કોટા-

શુક્રવારે કોટા પોલીસને ખૂબ જ મોટી સફળતા મળી છે. કોટા પોલીસે નાર્કોટિક્સ વિભાગની સૂચના પર અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમની ગેંગમાં જાેડાયેલો દાનિશ ચિકના ઉર્ફે ચિકના ફન્ટમની ધરપકડ કરી છે. આરોપી દાનિશ મુંબઈના ડોંગરી વિસ્તારથી ફરાર થયો હતો. શુક્રવારે નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોએ આરોપી દાનિશ મુંબઈના ડોંગરી વિસ્તારમાં હોવાના ઈનપુટ આપ્યા હતા.

કોટા પોલીસના અધિકારી વિકાસ પાઠકે જણાવ્યું હતું કે, દાનિશ ચિકના પાસેથી મોટી સંખ્યામાં ચરસ કબજે કરાયું છે. આરોપી સામે ૬થી વધારે હત્યાના કેસ દાખલ છે. દાનિશ ચિકના દાઉદ ગેંગનો મોટો સાગરિત છે. ધરપકડ બાદ મુંબઈ પોલીસે પણ કોટા પોલીસનો સંપર્ક કર્યો છે. દાનિશ મોટા પાયે નશીલા પદાર્થનું નેટવર્ક ચલાવી રહ્યો હતો. આ સાથે જ તે નશીલા પદાર્થી હેરાફેરી પણ કરતો હતો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution