આપણે હોંશે હોંશે ચૂંટેલા પ્રજા પ્રતિનિધિઓ નિષ્ફળ ગયા એને માટે આપણે ઢાંકણીમાં પાણી લઇને ડુબવાની તસ્દી ન લેવી પડે એવી જાગવાઇ એ ભ્રષ્ટ પ્રજાસેવકોએ આપણે ઘરઆંગણે ઠેરઠેર કરી આપી છે. દર ચોમાસામાં કરી આપે છે. એમ જ પહેલા જ વરસાદે શહેરમાં ઠેરઠેર પાણી ભરાયાં. ભ્રષ્ટશાસકો-ખાઉધરા અધિકારીઓ અને કઠપૂતળી સનદીય અધિકારીઓના પાપે વિશ્વામિત્રી નદી કાંઠે હોય કે વરસાદી કાંસો પર થયેલા ગેરકાયદે દબાણો, આ શહેરને પ્રત્યેક ચોમાસામાં તબાહ કરે છે અને છતાં પ્રિમોન્સુનના નામે કરોડોની ખાઈકી કરીને પણ તંત્ર ધરાતું નથી તેના આ જીવતા જાગતા દાખલાઓ.