અમદાવાદ,એએમસીની આજે વર્ષ ૨૧- ૨૨ની બજેટ રિવ્યુની બેઠક મળી હતી જેમાં આજે બજેટમાં લેવામાં આવેલા મુદ્દાઓ પર વિપક્ષ દ્વારા નિશાન સાધવામાં આવ્યું હતું કે આ અવાસ્તવિક બજેટ છે. આ બજેટમાં પૈસા ફાળવવામાં આવ્યા છે પરંતુ એક પણ કામ થયું નથી તેવા વિપક્ષ દ્વારા આજે આક્ષેપ લગાવવામાં આવ્યા છે. વિપક્ષ નેતા શહેજાદખાન પઠાણ એ જણાવ્યુ હતું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું સને ૨૦૨૨-૨૦૨૩ ના વર્ષનું રેવન્યુ ખર્ચનું રૂા. ૪૭૦૪.૦૦ કરોડ અને કેપીટલ ખર્ચનું રૂા. ૪૧૦૩.૦૦ કરોડ મળી કુલ રૂા. ૮૮૦૭.૦૦ કરોડનું બજેટ સત્તાધારી ભા.જ.પ દ્વારા મંજુર કરવામાં આવેલ હતું બજેટમાં છેલ્લા કેટલાય વર્ષોથી અવાસ્તવિક આવક અંદાજવામાં આવે છે પરંતુ વાસ્તવમાં આવક માત્ર ને માત્ર બજેટની બુકમાં દર્શાવીને ભા.જ.૫.બજેટની પ્રક્રિયા પુરી કરે છે જેનો અમલ કરવાની કોઇ વ્યવસ્થા કે ઇચ્છાશકિતનો સંર્પૂણ અભાવ જ રહેલો હોય છે આગામી સમયમાં શું મુશ્કેલીઓ પડનાર છે તેના નિવારણ હેતુ શું કરી શકાય તે અંગે પ્રજાને વિઝન આપવામાં સત્તાધારી ભા.જ.પ. નિષ્ફળ ગયેલ છે જેથી તે જાેગવાઇ માત્રને માત્ર કાગળ પર જ રહેવા પામી છે ચાલુ વર્ષ ૨૦૨૨-૨૩ ના બજેટમાં સત્તાધારી ભાજપ દ્વારા ખોટા વાયદાઓ આપેલ તે પૈકી મોટા ભાગના વાયદાઓ પૂર્ણ કરી શકાઇ નથી.

બજેટ રિવ્યુ બેઠકમાં વિપક્ષના આક્ષેપ, ૮૮૦૭ કરોડનું બજેટ પરંતુ સમયસર કામ મનપા કરતી નથી

અમદાવાદ એએમસીની આજે વર્ષ ૨૧- ૨૨ની બજેટ રિવ્યુની બેઠક મળી હતી જેમાં આજે બજેટમાં લેવામાં આવેલા મુદ્દાઓ પર વિપક્ષ દ્વારા નિશાન સાધવામાં આવ્યું હતું કે આ અવાસ્તવિક બજેટ છે. આ બજેટમાં પૈસા ફાળવવામાં આવ્યા છે પરંતુ એક પણ કામ થયું નથી તેવા વિપક્ષ દ્વારા આજે આક્ષેપ લગાવવામાં આવ્યા છે. વિપક્ષ નેતા શહેજાદખાન પઠાણ એ જણાવ્યુ હતું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું સને ૨૦૨૨-૨૦૨૩ ના વર્ષનું રેવન્યુ ખર્ચનું રૂા. ૪૭૦૪.૦૦ કરોડ અને કેપીટલ ખર્ચનું રૂા. ૪૧૦૩.૦૦ કરોડ મળી કુલ રૂા. ૮૮૦૭.૦૦ કરોડનું બજેટ સત્તાધારી ભા.જ.પ દ્વારા મંજુર કરવામાં આવેલ હતું બજેટમાં છેલ્લા કેટલાય વર્ષોથી અવાસ્તવિક આવક અંદાજવામાં આવે છે પરંતુ વાસ્તવમાં આવક માત્ર ને માત્ર બજેટની બુકમાં દર્શાવીને ભા.જ.૫.બજેટની પ્રક્રિયા પુરી કરે છે જેનો અમલ કરવાની કોઇ વ્યવસ્થા કે ઇચ્છાશકિતનો સંર્પૂણ અભાવ જ રહેલો હોય છે આગામી સમયમાં શું મુશ્કેલીઓ પડનાર છે તેના નિવારણ હેતુ શું કરી શકાય તે અંગે પ્રજાને વિઝન આપવામાં સત્તાધારી ભા.જ.પ. નિષ્ફળ ગયેલ છે જેથી તે જાેગવાઇ માત્રને માત્ર કાગળ પર જ રહેવા પામી છે ચાલુ વર્ષ ૨૦૨૨-૨૩ ના બજેટમાં સત્તાધારી ભાજપ દ્વારા ખોટા વાયદાઓ આપેલ તે પૈકી મોટા ભાગના વાયદાઓ પૂર્ણ કરી શકાઇ નથી.