10, ડિસેમ્બર 2024
1188 |
નવી દિલ્હી:રાજ્યસભામાં અધ્યક્ષ જગદીપ ધનખર વિરુદ્ધ વિપક્ષ દ્વારા અવિશ્વાસ પ્રસ્તાવ લવાયો છે. ઉપલા ગૃહમાં વિપક્ષે આ અંગે નોટિસ આપી છે. વિરોધ પક્ષોએ મંગળવારે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા માટે કલમ ૬૭ બી હેઠળ નોટિસ આપી હતી. તૃણમૂલ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને સમાજવાદી પાર્ટી સહિતના વિરોધ પક્ષોએ રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર સામૂહિક રીતે હસ્તાક્ષર કર્યા છે. આ નોટિસ રાજ્યસભાના મહાસચિવ પીસી મોદીને સોંપાઇ છે. આ પહેલા ઉપાધ્યક્ષ જગદીપ ધનખર અને વિરોધ પક્ષોના નેતાઓ વચ્ચેનો મુકાબલો સોમવારે ચરમસીમાએ પહોંચી ગયો હતો.
જાેકે, સંસદીય મંત્રી કિરન રિજ્જુએ જણાવ્યું હતું કે, જે પણ મુદ્દો હશે, અમે ગૃહની કાર્યવાહીમાં ખલેલ નહીં પહોંચાડીએ. સપા, ટીએમસી અને કોંગ્રેસ સહિત વિવિધ પક્ષોના ઘણા સાંસદો મારી પાસે આવ્યા હતા. સમગ્ર કોંગ્રેસ પાર્ટી રાજ્યસભામાં ચર્ચા કરવા માગે છે, માત્ર રાહુલ ગાંધી સંસદની કાર્યવાહીમાં ભાગ લેવા માંગતા નથી. કદાચ તેમને સંસદીય લોકશાહીમાં વિશ્વાસ જ નથી. તેમજ અમારી પાસે બહુમતી છે, પ્રસ્તાવનો કોઇ અર્થ નથી.
ઉલ્લેખનીય છે કે, ઉપરાષ્ટ્રપતિને હટાવવાનો પ્રસ્તાવ લાવવા માટે જરૂરી ન્યૂનતમ સંખ્યા ૫૦ છે.