29, જાન્યુઆરી 2023
વડોદરા, તા. ૨૯
એમ.એસ.યુનિવર્સિટીના ટેકનોલોજી ફેકલ્ટી ખાતે વિદ્યાર્થીઓ દ્વારા દિવ્યાંગજનો માટે યોજાતી પ્રેરણા ઈવેન્ટ અંતર્ગત “આઘાઝ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત જરુરીયાતમંદ લોકો માટે ડોનેશન ડ્રાઈવ યોજવામાં આવી હતી.
છેલ્લા સત્તર વર્ષથી આંતરરાષ્ટ્રીય સ્તરે સન્માનિત થયેલ અને પાંચ વર્ષથી યુનેસ્કો દ્વારા સન્માનિત થતી એશિયાની સૌથી મોટી દિવ્યાંગજનોે માટેની ઈવેન્ટ “પ્રેરણા – ધ ઈમેન્સીપેશન” અંતર્ગત એમ .એસ. યુનિવર્સિટીના ટેકનોલોજી ફેકલ્ટીના વિદ્યાર્થીઓ દ્વારા “આઘાઝ” કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યું હતું. આ કાર્યક્રમમાં ડોનેશન ડ્રાઈવ ચલાવવામાં આવી હતી. જેમાં તેઓ દ્વારા આજવા રોડ , દંતેશ્વર , કારેલીબાગ , પોલોગ્રાઉન્ડ , તરસાલી સહિતના સ્લમ વિસ્તારોમાં જઈને જરુરીયાતમંદ લોકોને કપડાં , પગરખાં, રમકડાં તેમજ સ્ટેશનરી સહિતની વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.