ગાંધીનગર, દેશની આઝાદીના ૭પ વર્ષ પૂર્ણ થવા અવસરે ઉજવાઈ રહેલા ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત ત્રિદિવસીય આર્ત્મનિભર ગ્રામ યાત્રાનો ઐતિહાસિક ખેડા જિલ્લાના મહેમદાવાદથી રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ગામડાઓના સર્વાંગી વિકાસ થકી ગુજરાતને આર્ત્મનિભર બનાવવાનો રાજ્ય સરકારનો સંકલ્પ છે.ખેડાના મહેમદાબાદ ખાતે મુખ્યમંત્રીએ આત્મ ર્નિભર ગ્રામ યાત્રા રથનું લીલી ઝંડી આપી રાજ્યવ્યાપી યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું.મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આર્ત્મનિભર ભારતના નિર્માણ માટે આત્મ ર્નિભર ગુજરાત હોવું જરૂરી છે. રાજ્ય સરકારની પ્રજાકલ્યાણની યોજનાઓ છેવાડાના માનવી અને ગામડાઓ સુધી આર્ત્મનિભર ગ્રામ વિકાસ યાત્રાના માધ્યમથી પહોંચાડવાનો આ પ્રયાસ છે. ગામડાઓની નાનામાં નાની મુશ્કેલીઓ નિવારવાની જવાબદારી સરકારની છે અને તે માટે સરકાર કટિબદ્ધ છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ સ્વદેશીનો નારો આપી ગામડાઓની અર્થતંત્રમાં ભૂમિકા મહત્વની ગણાવી હતી, ગાંધીજીએ કહેલું કે, સાચું ભારત ગામડાઓમાં વસે છે. આવો જ સંકલ્પ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આર્ત્મનિભર ભારતના નિર્માણ માટે કર્યો છે. ત્યારે, ગામડાઓમાં સુવિધાઓ સાથે સ્વાવલંબી બને અને છેવાડાના માનવીઓને પણ શહેરો જેવી સુવિધાઓ પ્રાપ્તે થાય તેવો અમારો પ્રયાસ છે. ગામડાઓમાં વીજળી, પાણી, આરોગ્ય, શિક્ષણ જેવી પ્રાથમિક અને ભૌતિક સુવિધાઓ આપી શહેરો સમકક્ષ બનાવવામાં આવી રહ્યા છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.મહાત્મા ગાંધીના ગ્રામ સ્વરાજ્ય અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીની આર્ત્મનિભર ગ્રામની વિભાવનાને ગુજરાત આ આર્ત્મનિભર ગ્રામ યાત્રાથી જનભાગીદારી દ્વારા સાકાર કરશે.આ અવસરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડા જિલ્લામાં વિવિધ વિભાગોના રૂ.૫૩.૩૯ કરોડના ૧૯૩૬ જેટલા કામોનું લોકાર્પણ - ખાતમુહૂર્ત કરવા સાથે વિવિધ ૩૪૦૬ લાભાર્થીઓને રૂ. ર.૮ર કરોડના યોજનાકીય લાભોના ચેક, લોન સહાયનું વિતરણ કર્યું હતું.આ પ્રસંગે કેન્દ્રીય રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યું કે, આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજીને તેના દ્વારા સ્વતંત્ર સંગ્રામના શહીદોને યાદ કરવામાં આવી રહ્યા છે.