ભારતની જમીન પર ચીનનો કબ્જાે, પીએમ મોર સાથે રમત કરવામાં વ્યસ્તઃ ઓવૈસી
05, સપ્ટેમ્બર 2020

હૈદરાબાદ-

ચીન સાથે લદ્દાખ સરહદે તનાવની વચ્ચે મોસ્કોમાં ગઈકાલે ભારતીય રક્ષામંત્રી રાજનાથસિંહ અને ચીનના સંરક્ષણ મંત્રી વી ફેંગે વચ્ચે મુલાકાત થઈ હતી.જેમાં રાજનાથસિંહના આકરા તેવર જોવા મળ્યા હતા.

રાજનાથસિંહે ચેતવણી આપી હતી કે, ભારત પોતાની એક પણ ઈંચ જમીન નહીં છોડે.જાેકે આ નિવેદન બાદ AIMIMના નેતા અસદુદ્દીન ઓવૈસીએ સરકાર પર કટાક્ષ કર્યો છે.ઓવૈસીએ સવાલ ઉઠાવ્યો છે કે, આ બેઠક બાદ ચીનના રક્ષા મંત્રીએ તરત નિવેદન આપ્યુ હતુ અને ભારત સરકાર દ્વારા આઠ કલાક પછી પણ કોઈ નિવેદન જાહેર કરવામાં આવ્યુ નહોતુ.શું પીએમ મોદી પોતાના વૈભવી નિવાસ સ્થાનમાં મોર સાથે રમવામાં એટલા વ્યસ્ત છે કે તેમની પાસે લદ્દાખમાં ચીને ભારતની 1000 ચોરસ કિલોમીટર જમીન પર જમાવેલા કબ્જા અંગે બોલવા માટે સમય નથી.

ઓવૈસીએ રાજનાથસિંહને પણ સવાલ કર્યો છે કે શું તમે ૧૦૦૦ ચોરસ કિલોમીટર જમીન પરથી ચીન પાછુ હટે તેની વાત કરી કે પછી તમે પણ પીએમ ઓફિસની જેમ એવુ કહેવાના છો કે ભારતની જમીન પર કોઈ આવ્યુ જ નથી...દેશ સાચુ જાણવા માંગે છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution