04, ડિસેમ્બર 2020
હાલોલ, પાછલા પાંચ વર્ષથી ડિસેમ્બર મહિના ના પાછલાં અઠવાડીયામાં સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે પ્રવાસનને વેગ મળે તેવા આશય સાથે રાજ્ય પ્રવાસન વિભાગ ને જીલ્લા વહિવટીતંત્ર દ્વારા પાંચ દિવસ સુધી પંચમહોત્સવ કાર્યક્રમ યોજવા માં આવે છે. કોરોના મહામારીને પગલે આગામી સમયમાં પંચમહોત્સવ કાર્યક્રમ નહિ યોજવામાં આવે તેવું જીલ્લા વહિવટીતંત્ર ના આધારભૂત સુત્રોએ જણાવેલ હતું. રાજ્ય પ્રવાસન વિભાગ દ્વારા પાછલાં પાંચ વર્ષથી પાવાગઢ નજીક આવેલ વડાતળાવ ખાતે પંચમહોત્સવના કાર્યક્રમનું આયોજન કરાય છે જ્યાં પાવાગઢ ડુંગર ઉપર તેમજ તેની ફરતે આવેલા વિવિધ પૌરાણિક સ્થાપત્યોનું પ્રદર્શન યોજવામાં આવતું હતું, વિવિધ ક્રાફ્ટ બજાર, ખાણી પીણી બજાર, બાળકો માટે વિવિધ રાઈડો સાથે એમ્યુઝમેન્ટ પાર્ક, ટેન્ટ સીટી તેમજ લોકોમાં સૌથી વધુ આકર્ષણ ને પાત્ર એવું દરરોજ દેશના વિવિધ ખ્યાતનામ કલાકારો દ્વારા પોતાના મધુર કંઠે ગીતોની સુરાવલી પીરસવામાં આવતી હતી.