આંણદ -

આણંદ નિવેદિતા ફાઉન્ડેશનના પ્રમુખ અને ગુજરાત પ્રદેશ ભાજપ મહિલા મોરચાના મંત્રી નીપાબેન પટેલ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રમોદીના ‘પ્લાસ્ટીક હટાવો અભિયાન’ ના ભાગરૂપે આણંદ શહેર અને આજુબાજુના ગામોમાંથી જૂના છાપા દાનમાં મેળવી તેમાંથી બેગ બનાવવાનો નવતર અભિગમ અપનાવ્યો છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને લઇને નીપાબેન પટેલ દ્વારા જુના ન્યૂઝપેપરમાંથી થેલી બનાવવાની નવીન પહેલ શરૂ કરવામાં આવી છે. ‘‘જુના છાપાનું દાન કરીએ’’ના સ્લોગન સાથે ગાના, મોગરી, રાસનોલ, નવાપુરા વગેરે ગામની પ્રાથમિક શાળામાં ભણતા બાળકોને નવી સ્કીલ જાેવા મળી છે અને ભવિષ્યમાં આર્ત્મનિભર થાય તે હેતુથી જુના ન્યુઝ પેપરમાંથી થેલી બનાવવામા આવી રહી છે.

આ અંગે નીપાબેન પટેલે જણાવ્યું હતું કે,‘છેલ્લાં પંદર વર્ષથી નિવેદીતા ફાઉન્ડેશન દ્વારા જિલ્લાની શાળાઓમાં વર્કશોપ કરવામાં આવે છે અને પર્યાવરણના રક્ષણ માટે પ્લાસ્ટીક હટાઓની સાથે સાથે ‘જુના છાપાનું દાન કરીએ’ અને ‘પર્યાવરણને પ્રાણ આધાર બનાવીએ’’ ના સ્લોગન સાથે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા જુના છાપામાંથી ૭૧૦૦ થેલીઓ બનાવવામાં આવી છે જેને વિવિધ મેડીકલ સ્ટોર અને કરિયાણાની દુકાનો અને ફ્રૂટની લારીઓ ઉપર વિદ્યાર્થીઓના હાથે વિતરણ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવશે.

સીએમટુ પીએમ અભિયાન હેઠળ તા.૧૭મી થી ૭ ઓક્ટોબર સુધીમાં વિતરણ કરાશે. જુના કપડાંમાંથી પણ બેગ બનાવી બજારમાં વિતરણ કરવામાં આવશે તેના થકી ગામના છેવાડાના વિદ્યાર્થીઓને એક નવી તક મળશે. નિવેદિતા ફાઉન્ડેશનના નીપાબેન દ્વારા ગાના, નાવલી, મોગરી, રાસનોલ, ગબાપુરા વગેરે પ્રા.શાળાના બાળકોની મદદ લઇ ૭૧૦૦ બેગ બનાવવામાં આવી છે ‘‘પ્લાસ્ટીક હટાવો’’ અભિયાનના ભાગરૂપે આણંદ નિવેદિતા ફાઉન્ડેશન દ્વારા જૂના છાપાં દાનમાં મેળવી તેનાં કાગળમાંથી બેગ બનાવી બજારમાં વિનામૂલ્યે વિતરણ કરવાની અનોખી પહેલ કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ તા.૧૭ સપ્ટેમ્બર થી ૭ ઓક્ટોબર સુધી આણંદ અને આણંદની આજુબાજુ આ બેગનું વિતરણ કરવામાં આવશે.