અમદાવાદ, શહેરમાં પોલીસબેડામાં હવે ભારે મુંઝવણ અને ખળભળાટ મચી જવા પામ્યો છે. પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ રજા પરથી પરત ફરતા ઇન્ચાર્જ સીપીએ બદલીના કરેલા ઓર્ડર રદ્દ કરી દેતા વિવાદ ઉભો થયો છે.અજય ચૌધરીએ કરેલા બદલીના હુકમોની વાત તેમના ધ્યાને આવતાં ફક્ત ૧૦ દિવસમાં જ બદલીના ઓર્ડર રદ્દ કરી દીધા હતા. શહેર પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવ રજા પર જતાં પોલીસ કમિશ્નરનો ચાર્જ અજય ચૌધરીને સોપાયો હતો. જાેકે હવે કમિશ્નર સંજય શ્રીવાસ્તવની રજાએ તો ભારે ચર્ચા જગાવી.કેમકે સંજય શ્રીવાસ્તવ રજા પર જતા તેમની જગ્યાએ થોડા દિવસ માટે બનેલા પોલીસ કમિશ્નરે વચગાળાની કામગીરી સંભાળી હતી.તો બીજી તરફ મુખ્ય પોલીસ કમિશનર રજા પર જતા જ ચાર્જમાં આવલા પોલીસ કમિશ્નરે પોલીસ વિભાગને લગતા અનેક કામ યુધ્ધના ધોરણે હાથ પર લીધા જેના કારણે ન થવી જાેઇએ તેવી ચર્ચાઓ પણ પોલીસબેડામાં શરૂ થઈ હતી. અજય ચૌધરીના કેટલાક ર્નિણયો પણ ચર્ચાનું કેન્દ્ર બન્યા હતા.

ઈન્ચાર્જ પોલીસ કમિશનર તરીકેનો ચાર્જ સંભાળ્યાના ગણતરીની કલાકોમાં જ ચૌધરીએ કેટલાક પોલીસ કોન્સ્ટેબલના ઓર્ડર કર્યા હતા. આ કોન્સ્ટેબલની બદલીઓ પૈકી કેટલાક ‘કે’ કંપનીમાં ફરજ બજાવતા એવા કોન્સ્ટેબલની બદલી પણ તેમનાથી થઈ ગઈ હતી. કે જે ભૂતકાળમાં વિવાદિત રહ્યાં હોય અથવા જેમની સામે આક્ષેપ થયા હોય. આવા વિવાદિત લોકોના નામ બદલી ઓર્ડરમાં આવતા જ ચૌધરી દ્વારા કરાયેલી બદલીઓ પણ વિવાદમાં આવી ગઈ. પોલીસ કમિશનર રજા પરથી પરત ફરતાની સાથે જ તેમના ધ્યાને આ વિવાદ આવ્યો અને તેમણે પખવાડિયા માટે બનેલા પોલીસ કમિશનરના બદલી ઓર્ડર રદ કરી નાંખ્યા. પહેલા બદલી અને હવે બદલી રદ એમ બંન્ને ઓર્ડરની ચર્ચા જન્માષ્ટમીની પૂર્વ સંધ્યાથી પોલીસ વિભાગમાં ચાલી રહી છે. બીજીબાજુ પીએસઆઇ રોડ પર બાખડ્યા બાદ આઈપીએસ કાગળ પર બાખડી રહ્યા હોવાની ચર્ચા પણ ઠેરઠેર ચાલી રહી છે.શહેરભરની પોલીસમાં ઈ. સીપી તરીકે રહેલા ચૌધરીનું ગુપ્ત સ્કવોડ ભારે ચર્ચામાં રહ્યું છે. સૂત્રોનું કહેવું છે કે, એક પોલીસ સબ ઈન્સ્પેક્ટર મળીને પાંચેક કોન્સ્ટેબલને અલગ અલગ પોલીસ સ્ટેશનમાંથી બોલાવી ઈ. સીપીએ એક સ્કવોર્ડની રચના કરી હતી. આ સ્કવોર્ડ શું કામગીરી કરી તેને લઈને હજુ પણ પોલીસ અધિકારીઓ અસમંજસમાં છે. ઈન્ચાર્જ સીપીને પખવાડિયા માટે સ્કવોડ બનાવવાની જરૂર કેમ પડી? ભૂતકાળમાં ઈ. આઈ.પી.એસ.એ ક્યારેય સ્કવોર્ડ બનાવ્યાં નથી. હવે આ સ્કવોર્ડમાં લેવાયેલા કોન્સ્ટેબલોની હાલત પણ ન ઘરના કે ના ઘાટના રહ્યાં જેવી થઈ છે.

ગણતરીના દિવસોમાં આઈજી અને ડીઆઈજી ની બદલીના ભણકારા

રાજ્યમાં ચૂંટણી જાહેર થાય તે પહેલાં એક જગ્યાએ ત્રણ વર્ષથી વધુ ફરજ બજાવતા પોલીસ કર્મીઓ અને સરકારી કર્મચારીઓની બદલી ગમે તે સમયે કરવાની તૈયારીઓ કરી દેવામાં આવી છે.ગુજરાતમાં આવનારી આઇપીએસ અધિકારીઓની બદલીમાં આઈજી અજય ચૌધરીનો પણ સમાવેશ થવા જઈ રહ્યો છે, જ્યારે સેક્ટર વન રાજેન્દ્ર અસારી, સેક્ટર ટુ ગૌતમ પરમાર અને રાજ્યની મહત્વની રેન્જના આઈજીની બદલી પણ થાય તેવી વિશ્વસનીય માહિતી સૂત્રો પાસેથી જાણવા મળી રહી છે.