પારડી-

શહેરના સરકારી કર્મચારીને ફોન કરીને ક્રેડિટ કાર્ડ સંબંધિત વિગતો જાણી ભેજાબાજે તેમના નવા બે ક્રેડિટકાર્ડ બનાવી એક ક્રેડિટ કાર્ડમાંથી 1લાખ 97 હજારની ખરીદી કરી લીધી હતી. આ બાબતની એમને ત્યારે જાણ થઈ જ્યારે તેઓ ક્રેડિટ કાર્ડ ઉપયોગ કરતા ન હતા અને તેને બંધ કરાવવા માટે પહોંચ્યા હતાં. તેમને આ બાબતે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.પારડી ગાયત્રી સોસાયટી વિપુલ પાર્ક ખાતે રહેતા માજી સરકારી કર્મચારી છગનભાઈ નારણભાઈ આહીરના મોબાઈલ પર બે માસ અગાઉ કોઈ હિન્દીભાષી અજાણ્યાનો ફોન આવ્યો હતો.

આ બાબતે છગનભાઈએ પ્રથમ તો 100 નંબર પર જાણ કરી હતી. જે બાદ તેમણે પારડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે સીપીઆઇ એસ.આર.ગામિતે તપાસ હાથ ધરી છે.આમ, સરકારી નિવૃત કર્મચારી પણ સાયબર ક્રાઈમનો ભોગ બન્યા હતા અને આખરે સમગ્ર બાબતની જાણકારી મળતા તેમને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ સાથે જ તેમણે લોકોને તેમની બેન્ક અંગેની વિગતો કોઈની સાથે શેર ન કરવા અપીલ કરી હતી. પારડીના સરકારી કર્મચારીને ફોન કરીને ક્રેડિટ કાર્ડ સંબંધિત વિગતો જાણી ભેજાબાજે તેમના નવા બે ક્રેડિટકાર્ડ બનાવી એક ક્રેડિટ કાર્ડમાંથી 1લાખ 97 હજારની ખરીદી કરી લીધી હતી.