કોરોનાથી સાજા થયેલા દર્દીઓને અન્ય ગંભીર બિમારીઓનો ખતરો

લંડન,

દુનિયાભરમાં ફેલાઇ ચૂકેલી કોરોના મહામારીથી અસરગ્રસ્ત થયેલા લોકોમાં આ બીમારીને લીધે જીવનભર સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ રહેવાની સંભવાનો રહેલી છે. તાજેતરમાં કરાયેલા એક અભ્યાસમાં આ પરિણામ સામે આવ્યું છે, જેમાં લાંબા સમય સુધી ફેફસાની બીમારી સામે પણ ઝૂઝવું પડે એમ છે. બ્રિટનની નેશનલ હેલ્થ સર્વિસના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, કોરોના ચેપમાંથી સાજા થયેલા ૩૦ ટકા દર્દીઓના ફેફસાને કાયમી નુકસાન પહોંચી શકે છે. જેના કારણે તેઓને સતત થાક અને માનસિક તકલીફનો સામનો કરવો પડી શકે છે. જે દર્દીઓ આઇસીયુમાંથી સારવાર મેળવી બહાર આવ્યા છે તેમને લાંબા સમય માટે આ સમસ્યાનો સામનો કરવો પડશે. હેલ્થ એક્પસર્ટનું પણ માનવું છે કે આ બાબતે સતત પુરાવા મળી રહ્યા છે કે, કોરોના ચંપથીથી શરીરની કાયમી નુકસાન પહોંચી શકે છે. અહીં સુધી કે દર્દીના મગજને પણ નુકસાન થઇ શકે છે અને અલઝાઇમરનો ખતરો વધી જાય છે. બ્રિટન નેશનલ હેલ્થ સર્વિસના કોવિડ રિકવરી સેન્ટરના પ્રમુખ હિલેરીનું કહેવુ છે આ મુદ્દો ચિંતા વધારી રહ્યો છે કારણ કે આ અંગેની માહિતી ઓછા પ્રમાણમાં છે. તેમના મુજબ ઠીક થયેલા કોરોનાગ્રસ્ત દર્દીઓ હવે ઘણી સમસ્યાનો સામનો કરી રહ્યા છે.

બીજી તરફ, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબ્લ્યુએચઓ)નું કહેવું છે કે વધુ વસ્તી ધરાવતા દેશોમાં કોરોના વાયરસનો ચેપ ફેલાવાના કારણે રોજે-રોજ મોટી સંખ્યામાં નવા કેસો સામે આવી રહ્યા છે અને આ વાયરસની વૈશ્વિક ગતિવિધિમાં પરિવર્તન દર્શાવે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના કટોકટીની Âસ્થતિના પ્રમુખ માઇકલ રયાને સોમવારે મીડિયા સાથેની વાતચીતમાં કÌšં કોરોના વાયરસના કેસો એટલા માટે વધી રહ્યા છે, કારણ કે મહામારી એક જ સમયે વધુ વસ્તી ધરાવતા દેશોમાં ફેલાઈ રહી છે.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution