એએમટીએસની આવક ૪૩ કરોડની સામે કોન્ટ્રાક્ટરોને ૯૧ કરોડનું ચૂકવણું
17, એપ્રીલ 2022

અમદાવાદ,  એએમટીએસને એપ્રિલથી ડિસેમ્બર ૨૦૨૧ ની વાર્ષિક આવક ખર્ચનો હિસાબ જાેઈએ તો ૨૮૦.૯૫ કરોડના ખર્ચ સામે માત્ર ૪૩ કરોડની આવક થઈ છે ખાનગી બસ ઓપરેટરો ને એએમટીએસ દ્વારા આ સમયગાળા દરમિયાન જ રૂપિયા ૯૧.૧૭ કરોડની રકમ ચૂકવવામાં આવી છે એએમટીએસ માલિકીની માત્ર ૩૦ બસો રોડ પર ફરી રહી છે તેની સામે ૫૯૭ જેટલી બસો ખાનગી બસ સંચાલકોની ફરે છે ટકાવારીની દૃષ્ટિએ જાેઈએ તો સૌથી વધારે ૨૦૦ માનીતા કોન્ટ્રાક્ટરોની જ ફરે છે. એએમટીએસમાં પહેલાં પોતાની બસો, પોતાનો સ્ટાફ અને પોતાનુ વર્કશોપ સહિત સઘળુ પોતીકુ હતુ ત્યારે બસ સેવાથી કોઇ નાગરિકને તકલીફ નહોતી, પરંતુ જ્યારથી એએમટીએસમાં ખાનગી ઓપરેટરોનો પગપેસારો થયો છે ત્યારથીએએમટીએસ ફક્તને ફક્ત ખાનગી ઓપરેટરો માટે ચલાવાતી હોય તેવી પરિસ્થિતિ સર્જાઇ છે. એએમટીએસની આવક કરતાં જાવકનું પ્રમાણ એટલી હદે વધી ગયુ છે કે, મ્યુનિ. તિજાેરી ઉપર કરોડો રૂપિયાનો બોજ દર મહિને વધતો જઇ રહ્યો છે અને તેની અસર મ્યુનિ.નાં પ્રાથમિક સુવિધાનાં કામો ઉપર પણ પડી રહી છે. મ્યુનિ. તિજાેરી જ તળીયાઝાટક બની ગઇ હોવા છતાં શહેરીજનોને બસ સેવા પૂરી પાડવાનાં નામે ખાનગી ઓપરેટરોને જ ખટાવવામાં આવી રહ્યાં છે. છસ્‌જીનાં ખાનગી ઓપરેટરોની બસો નિયમિત ચાલે છે કે નહિ તે કોઇ જાેતુ જ નથી અને દરમહિને ચૂપચાપ લાખો રૂપિયાનાં બિલો ચૂકવી દેવાય છે તેવો આક્ષેપ કરતાં મ્યુનિ. વિપક્ષ નેતાએ એએમટીએસનાં ખાનગી ઓપરેટરોની બસોની સ્થિતિ, ફિટનેસ સર્ટિફિકેટ સહિત તમામ બાબતોની પ્રમાણિકતાથી તપાસ કરાવવાની માંગણી કહ્યું કે, એએમટીએસમાં કેટલાક ઓપરેટરો ભાજપનાં આગેવાનો સાથે ઘનિષ્ઠ સબંધ ધરાવે છે તેથી મ્યુનિ.માં કોઇ તપાસ તટસ્થતાથી થાય તેમ તેઓ માનતા નથી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution