વલસાડ, વલસાડ જિલ્લા પંચાયત માર્ગમકાન વિભાગ દ્વારા પીઠા- સારંગપુર ને જાેડતા ઔરંગા નદી ના પુલ બાબતે થઈ રહેલ બેદરકારી ને કારણે પીઠા- સારંગપુર ગામ ના જ નહીં અન્ય ગામો ના પ્રતિદિન અવર જવર કરવા વાળા વાહન ચાલકો , રહગીરો એ વેઠવાનો વારો આવ્યો છે ઔરંગાનદી પર રહેલ પુલ અતિ જર્જરિત અવસ્થા માં છે બ્રીજ માં પવરાયેલ લોખન્ડ ના સળિયા દેખાઈ રહ્યા છે સારંગપુર તરફ વળાંક પર દર વર્ષે વરસાદ માં મોટા ખાડા પડી જતા વાહન ચાલકો પટકાતા હોય છે વરસાદ ની સિઝન માં પાણી માં ડૂબી જવાને કારણે આ પુલ ગમે ત્યારે ધરસાઈ થવાની ભીતિ સેવાઇ રહી છે છેલ્લાં છ- સાત વર્ષ થી પીઠા તેમજ સારંગપુર ના સરપંચ સહીત અન્ય આગેવાનો એ પણ જિલ્લાપંચાયત ઈજનેર ને જર્જરિત પુલ બનાવવા રજુવતો કરી છે ગામ ના લોકો સહિત અવરજવર કરતા લોકો જીવ ના જાેખમે પસાર થતા હોવાનું જણાવવા માં આવ્યું છે તંત્ર દ્વારા કામ ન થતા લોકો હવે ફરી મીડિયા સમક્ષ વેદના ઠાલવી રહ્યા છે છેલ્લા ત્રણ ચાર વર્ષ દરમિયાન અનેક વાર આ જર્જરિત પુલ બાબતે અનેક વાર અખબારી અહેવાલો પણ પ્રકાશિત થયા હતા તત્કાલીન ઈજનેર ના સમય દરમિયાન લોકો ની રજુવાતો બાદ સલામતી ને ધ્યાને લઇ આ પુલ ના મરમમત માટે પુલ પર મટેરિયલ પણ નાંખવા માં આવ્યું હતું પરંતુ વરસાદ પડતાં પુલ ની મરમમત ની વાત તો દૂર રહી પુલ ના મરમમત માટે નાખવા માં આવેલ મટેરિયલ ઔરંગા માં તણાઈ ગયું હતું . ચોમાસા માં દર વર્ષે આ પુલ પાણી માં ગરકી જાય છે જેના કારણે પુલ નો ધોવાણ થતો રહ્યો છે આસપાસ ના લોકો પુલ નીચે થી રેતી પણ કાઢી લઈ જતા હોવા થી પુલ ના પિલલરો ની મજબૂતાઈ ઓછી થઈ છે વલસાડ માં વરસાદ ની શરૂવાત થતા જ પીઠા- સારંગપુર નો ઔરંગા ના પુલ ની દુર્દશા ની તસ્વીર સામે આવી છે પુલ પર રહેલ ખાડાઓ માં પાણી ભરાઈ ગયા હોવા થી પસાર થનાર વાહનચાલક ખાડા માં જતા પટકાઈ જવાની ગંભીર ભીતિ સેવાઇ રહી છે.દર વર્ષે જિલ્લા પંચાયત નો કરોડો અબજાે ના બજટ પાસ થાય છે પરંતુ આ પુલ નો નિર્માણ થતો નથી આ વિસ્તાર ના ચૂંટાયેલા તાલુકા, જિલ્લા ના પદાધિકારીઓ કે ધારાસભ્ય, સાંસદ સભ્ય તમામે આ પુલ ના નિર્માણ બાબતે ધ્યાન આપ્યું નથી પદાધિકારીઓ ની નિષ્ક્રિયતા ને કારણે આ પુલ હજી સુધી બની શક્યું નથી.