વડોદરા : સયાજી હોસ્પિટલમાં પુનઃ ઓક્સિજનનો પુરવઠો ખલાસ જઈ જાય એવી પરિસ્થિતિ ઊભી થઈ હતી. પરંતુ પોલીસની સમયસૂચકતાને કારણે આ પરિસ્થિતિ ટળી હતી. કરજણના આઈનોક્સ પ્લાન્ટથી સયાજી હોસ્પિટલ ખાતે ઓક્સિજનનો જથ્થો લઈને આવતી ટેન્કરના પીધેલા ચાલકે કારને ટકકર મારી ભાગી છૂટતાં વાહનચાલકોએ પીછો કરી અટકાવ્યો હતો. પરંતુ પોલીસે ઓક્સિજનનો જથ્થો સયાજી હોસ્પિટલમાં પહોંચાડયા બાદ ડ્રાઈવરની અટકાયત કરી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી.

બપોર બાદ કરજણ ખાતેથી આઈનોક્સના પ્લાન્ટ .પરથી ઓક્સિજનનો જથ્થો લઈને નીકળેલી ટેન્કરના ચાલકે રાજમહેલ રોડ ઉપર એક કારને અડફેટમાં લઈ ભારે નુકસાન પહોંચાડયું હતું. અકસ્માત બાદ રોંગસાઈડે જઈ ટેન્કભર પૂરપાટ ઝડપે ચાલકે ભગાવી મૂકતાં વાહનચાલકોએ એનો પીછો કર્યો હતો અને સયાજી હોસ્પિટલમાં ટેન્કર પ્રવેશે એ પહેલાં અટકાવી પોલીસેને બોલાવી હતી. પોલીસે આવીને જાેતાં ટેન્કરમાં અત્યંત જરૂરી ઓક્સિજનનો જથ્થો હોવા ઉપરાંત ટેન્કરમાં પોલીસ ગાર્ડ પણ બેઠેલો હતો એને ઓક્સિજનનો જથ્થો હોસ્પિટલમાં ખાલી જાય બાદ ડ્રાઈવર સામે કાર્યવાહી કરવાની વિનંતી કરતાં રાવપુરા પોલીસે વિનંતી સ્વકારી ટેન્કરને હોસ્પિટલની ઓક્સિજન ટેન્કોમાં જથ્થો ખાલી કરવા રવાના થવા દીધી હતી. ટેન્કરમાંથી જથ્થો ખાલી થયા બાદ રાવપુરા પોલીસે પીધેલા ડ્રાઈરવની અટકાયત કરી કાર્યવાહી કરી હતી. જેના કારણે સયાજી હોસ્પિટલમાં ઓક્સિજનનો જથ્થો જળવાઈ રહ્યો હતો. જાે પોલીસ કે યુવાનોએ ટેન્કર અટકાવી હોત તો આ ઓક્સિજનનો જથ્થો ખાલી થઈ જતાં સયાજીમાં અફરાતફરીના દૃશ્યો પુનઃ સર્જાયાં હોત.