વડોદરા ઃ શહેરમાં મતદાન મથકમાં તંત્ર દ્વારા મતદાન મથકમાં મોબઇલ નહી લઇ જવા દેતા કેટલાક સંખ્યાબંધ મતદારો અટવાયા હતા અને ઘણી જગ્યાએ આ મુદ્દે તો રકઝકના દ્રશ્યો પણ જાેવા મળ્યા હતા. ચુંટણી તંત્ર દ્વારા મતદાન મથકમાં મોબાઇલ નહી લઇ જવા દેવા પર પ્રતિબંધ મુકતા સંખ્યાબંધ મતદારો અટવાયા હતા. જેમાં કેટલાક મતદારો તો એવા પણ હતા કે મતદાન મથકે મત આપીને સીધા જ પોતાના કામ અર્થે અથવા તો કોઇ સામાજીક કે કોઇ કામ એર્થે જવા માંતા હોય તેવા કેટલાક મતદારો આજ રોજ મતદાન મથકો પર અટવાયા હતા.