વાંસદા, વાંસદાના વાસીયા તળાવ ખાતે આવેલા ગુપ્તગંગા થી બેમહુડા ફળિયામાં આવેલો રસ્તો વર્ષોથી બિસ્માર હતો જે લોકડાઉન બાદ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાંથી મંજુર કરવામાં આવતા માર્ગ-મકાન વિભાગ દ્વારા જે તે એજન્સીને રસ્તાનું કામ સોપાતા એજન્સી દ્વારા ટેન્ડર પ્રક્રિયા પ્રમાણે ૧૮-૯-૨૦૨૦ થી કામ શરૂ કરવામાં આવ્યું હતું જે કામ શરૂ કરી તેને પૂર્ણ કરવાની તારીખ૧૭-૬ -૨૦૨૧ રસ્તાનું કામ પૂર્ણ કરવાનું હતું જે એજન્સી દ્વારા આ રસ્તાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું એજન્સી દ્વારા રસ્તામાં મેટલ અને કાચું મટીરીયલ નાખવામાં આવ્યું હતું. પરંતુ જાણવા મળ્યા પ્રમાણે એજન્સીને અન્ય ટેન્ડર રોના કામનું ભારણ હોવાથી રસ્તાનું કામ અધૂરું રાખવામાં આવ્યું હતું જેના કારણે લોકોને તકલીફ છે.