11, ઓગ્સ્ટ 2021
દિલ્હી-
સરકારી ઓઇલ કંપનીઓ રોજ સવારે ૬ વાગ્યે પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરે છે. બુધવાર ૧૧ ઓગસ્ટ, ૨૦૨૧ના રોજ જાહેર કરેલા આંકડાઓમાં ઈંધણની કિંમતોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ સતત ૨૫મો દિવસ છે જ્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કરાયો નથી. અન્ય રાજ્યોની તુલનામાં ગુજરાતમાં પેટ્રોલનો ભાવ હજુ ૧૦૦ રૂપિયા પ્રતિ લીટરની અંદર છે. ઉલ્લેખનીય છે કે, પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ ૪ મેથી ઈંધણના ભાવમાં સતત વધારો થઈ રહ્યો હતો. જેના પર છેલ્લા ૨૫ દિવસથી બ્રેક વાગેલી છે. દેશમાં ઓછામાં ઓછા ૧૯ રાજ્ય તેમજ કેન્દ્ર શાસિત પ્રદેશમાં પેટ્રોલની કિંમત ૧૦૦ રૂપિયાન પ્રતિ લિટરને પાર કરી ગઈ છે. જેમાં દિલ્હી, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, હરિયાણા, જમ્મુ અને કાશ્મીર, ઓડિશા, લદાખ, બિહાર, કેરળ, પંજાબ, સિક્કિમ અને નાગાલેન્ડ સામેલ છે. પેટ્રોલ-ડીઝલના ભાવ રોજેરોજ બદલાતા રહે છે અને સવારે ૬ વાગ્યે અપડેટ થઈ જાય છે. પેટ્રોલ-ડીઝલના રોજના ભાવ એસએમએસ કરીને પણ જાણી શકાય છે. ઈન્ડિયન ઓઇલના ગ્રાહક આરએસપી સાથે શહેરનો કોડ લખીને ૯૨૨૪૯૯૨૨૪૯ નંબર પર અને બીપીસીએલ ગ્રાહક આરએસપી લખીને ૯૨૨૩૧૧૨૨૨૨ નંબર પર મોકલીને જાણકારી મેળવી શકે છે. એચપીસી ગ્રાહક એચપી પ્રાઈઝ લખીને ૯૨૨૨૨૦૧૧૨૨ નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.