વાંસદા. વાંસદાના ખાટાઆંબા ગામે કાહડોળ પાડામાં વસતા લોકોને આઝાદીના દાયકા બાદ પણ સરકારની વિવિધ યોજના ઓથી વંચિત રહેવું પડી રહ્યું છે જે થોડા દિવસ અગાઉ દૃશ્યો જાેવા મળ્યા હતાં ત્યાં આજ ગામમાં ચારમૂળી ફળિયામાં આ વિસ્તારમાં રહેતા લોકોની પાણી અને રસ્તા જેવી અતિ આવશ્યક જરૂરિયાત વર્ષોથી પૂરી થઈ નથી, જેના પગલે અહીંના પરિવારોએ પશુપાલન અને જીવન ગુજારા માટે પાણીની જરૂરિયાતને પહોંચી વળવા દૂર સુધી જવા સિવાય બીજાે કોઈ વિકલ્પ રહેતો નથી.

લાંબુ અંતર કાપ્યા બાદ અહીના ખેડૂતોને પાણીની અતિ તીવ્ર તંગીને કારણે ખેતી અને પશુપાલન કરવામાં ખૂબજ મુશ્કેલીઓ પડી રહી છે. ચારમૂળીના સ્થાનિક ૧૨ થી ૧૫ ઘરોનાં પરીવાર જેટલાં પાસેથી મળતી માહીતી મુજબ ચારમૂળી ફળિયામાં રહેતા સોનકુભાઈ માયજુભાઈ ચૌધરીના ઘર પાસે ૧૨ થી ૧૩ વર્ષ અગાઉ વાસ્મો માંથી પાણીની ટાંકી બનાવવામાં આવેલ છે જેનું બાંધકામ લજવાઈ તેવું છે તૂટી પડવાના એંધાણ નોતરે તેવું દેખાય આવેલ અને એ ટાંકી માં એક ટીપું પાણી નથીં પાણીના બોરમાં હાલ પાણી નથી ડુંગરાળ વિસ્તારમાં દર વર્ષે દિવાળી પછીના સમયમાં પાણીની સમસ્યા કાયમી હોય છે.ત્યાં ના લોકોનું કહેવું છે કે વારંવારની રજૂઆત કરવા છતાં ત્યાંના સરપંચ ધ્યાનમાં નથી લેતાં વાંસદા તાલુકા ભાજપ પ્રમુખ મણિલાલ ચૌધરી પણ હાલ એજ ગામના વતની હોવા છતાં પાણી અને રસ્તા ની સમસ્યા બાબતે કોઈ ધ્યાન ધર્યું નથી ચાર પાંચ વર્ષથી આ ફળિયામાં કોઈ વિકાસ જ નથી થયો જેથી લોકોની પરિસ્થિતિ ખૂબજ ગંભીર છે. જેથી અહીંના લોકોને પડતી આ મુશ્કેલી સામે જવાબદાર અધિકારીઓ સ્થળ નિરીક્ષણ કરી વહેલી તકે યોગ્ય નિકાલ લાવે એવી સ્થાનિકોની માંગ ઊભી છે.