માધવસિંહ સોલંકીનું રાજકીય કદ બતાવતી તસવીરો
09, જાન્યુઆરી 2021

અમદાવાદ-

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું નિધન થયું છે. આ સાથે જ ગુજરાતના રાજકારણમાં ખામ થિયરી અજમાવીને એક નવો ચીલો પાડનાર નેતાએ વિદાય લીધી. કેટલીક તસવીરો પરથી તમને સોલંકીનું રાજકીય કદ કેટલું વિસ્તૃત હતું તેનો ખ્યાલ જરૂર આવી જશે.


1982માં ઈંન્દિરા ગાંધી સાથે


આ તસવીર 1985ની છે, પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ સાથે સોલંકી હળવી મુદ્રામાં જણાય છે


વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓ સારવાર હેઠળ રહેલા સોલંકીની ખબર કાઢવા હોસ્પિટલ પહોંચી ગયા હતા, ત્યારની તસવીર


2016માં પૂર્વ રાષ્ટ્રપતિ અને કોંગ્રેસના મોટા કદના નેતા પ્રણવ મુખરજી સાથે સોલંકી દેખાય છે


2017માં રાહુલ ગાંધી જ્યારે રાજ્યની મુલાકાતે આવ્યા ત્યારે તેમણે કોંગ્રેસ પક્ષના આ દિગ્ગજ નેતાની મુલાકાત લીધી હતી

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution