વડોદરા તા.૧  

 વડોદરા જિલ્લાના છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ મુજબ જિલ્લાના કુલ ૮ તાલુકાના કુલ ૨.૬૨ લાખ વાવેતર વિસ્તાર પૈકી કુલ ૫૩૮૭૩ હેક્ટરમાં જુદા-જુદા ખરીફ પાકોનુ વાવેતર કાર્ય ખેડૂતોએ પૂર્ણ કર્યું છે. જેમાં કપાસ, સોયાબીન, તુવેર, ડાંગર, વિવિધ શાકભાજી વગેરે પાકોનો સમાવેશ થાય છે. સમગ્ર જિલ્લામાં હાલ વાવેતર થયેલા પૈકી સૌથી વધુ કપાસનુ ૩૩૬૯૭ હેક્ટરમા કરવામાં આવ્યુ છે.

જેમાં જિલ્લાના તમામ તાલુકાઓમાં કપાસના વાવેતરમાં કરજણ તાલુકો સૌથી મોખરે રહ્યો છે. કરજણ તાલુકામાં ૧૧૬૯૭ હેક્ટરમાં કપાસનુ વાવેતર કરવામાં આવ્યું છે. તેવી જ રીતે જિલ્લામાં સોયાબીનનુ ૪૪૧૮ હે. કરવામાં આવ્યુ છે. જેમાં વાઘોડીયા તાલુકામાં જિલ્લામાં સૌથી વધારે ૧૯૭૩ હે. વાવેતર કરવામાં આવ્યું છે.

જિલ્લામાં વિવિધ શાકભાજીનુ ૪૫૭૭ હે.માં વાવેતર કરવામાં આવ્યું છે. તેમા સૌથી વધુ પાદરા તાલુકામાં ૧૬૬૮ હે. વાવેતર કરવામાં આવ્યું છે. તેમજ તુવેરનુ જિલ્લામાં ૫૦૪૮ હે.માં વાવેતર કરવામાં આવ્યું છે. જે પૈકી સૌથી વધુ સાવલી તાલુકામાં ૧૪૬૩ હે.માં વાવેતર કરવામાં આવ્યું છે.