05, ઓગ્સ્ટ 2020
અયોધ્યા-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે શુભ મુહુર્તમાં ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે અયોધ્યામાં ભૂમિપૂજન કર્યું હતું. આ એક કાર્યથી PM મોદીએ ત્રણ રેકોર્ડ બનાવ્યા. ભૂમિપૂજનના આયોજન સાથે સંકળાયેલા સૂત્રોએ આ માહિતી આપી હતી.
મળતી માહિતી મુજબ, પીએમ મોદી શ્રી રામ જન્મભૂમિ જનારા દેશનાં પહેલાં પ્રધાનમંત્રી બની ગયા છે. આ પહેલાં પ્રધાનમંત્રીનાં પદ પર રહેલાં કોઈ પણ નેતા રામ જન્મભૂમિની યાત્રા કરી ન હતી.
તેના સિવાય તે પહેલી તક હતી, જ્યારે દેશનાં કોઈ પ્રધાનમંત્રીએ અયોધ્યાનાં હનુમાનગઢીનાં દર્શન કર્યા હોય. અયોધ્યા પહોંચ્યા બાદ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સૌથી પહેલાં હનુમાનગઢી મંદિર ગયા અને આરતી કરી હતી. સાથે જ તેમણે મંદિરની પરિક્રમા પણ કરી હતી. આ દસમી સદીનું મંદિર છે. જ્યાં મંદિરનાં પુજારીએ પીએમ મોદીને મુકુટ આપી અને રામનામીથી સ્વાગત કર્યુ હતુ.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 28 વર્ષ બાદ રામલલાની નગરી પહોંચ્યા હતા, તેઓ સૌથી પહેલાં 1992માં અહીંયા પહોંચ્યા હતા. રામ મંદિર આંદોલન દરમ્યાન બીજેપીનાં વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશીની સાથે તે સમયે પીએમ મોદી એક સામાન્ય કાર્યકર્તા તરીકે રામનગરીમાં પધાર્યા હતા.
ભવ્ય રામ મંદિર માટે ભૂમિ પૂજન કરવાની સાથે જ પીએમ મોદીનું નામ દેશની સાંસ્કૃતિક ધરોહરનાં સંરક્ષણનું પ્રતીક કોઈ મંદિરનાં શુભારંભ કાર્યક્રમમાં હિસ્સો લેનારા પહેલાં પ્રધાનમંત્રી તરીકે નોંધાયું છે. આ પહેલાં સોમનાથ મંદિરનાં જીર્ણોદ્ધાર અને પુનનિર્માણના કાર્યક્રમથી દેશનાં પહેલાં પ્રધાનમંત્રી જવાહર લાલ નેહરુએ પોતાને અલગ કરી દીધા હતા.