પોલીસ કમિશનરની સ્કવોડના નારોલમાં દેશી દારૂના છ જાહેર સ્ટેન્ડો પર દરોડા
22, મે 2022

અમદાવાદ, નારોલ વિસ્તારમાં એસએમસીએ રેડ કરી હતી અને સ્થાનિક પીઆઈ અને પીએસઆઈ સસ્પેન્ડ થયા હતા તેમ છતા નારોલ વિસ્તારમાં દારૂની રેલમ રેલમ છેલ હોવા ચાલુ હોવાનું નકારી શકાય તેમ નથી. દારૂ બેફામ રીતે વેચાતુ હોવાની અનેક ફરિયાદો પીસીબીને મળતા રેડ કરી દારૂ સહિત ૧૨ લાખથી પણ વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. દારૂ પકડ્યા બાદ નારોલ પોલીસ સ્ટેસન બુટલેગરે આવી પોલીસ સ્ટેશન માથે લીધુ હતુ પૈસા લીધા તો રેડ કેમ કરી તેમ કહીને હોબાળો કર્યો હોવાની ચર્ચાઓ ઉઠવા પામી છે. જાે કે ત્યાં પહોંચ્યા પછી જાણવા મળ્યુ હતુ કે, પોલીસ નહીં પરંતુ પીસીબીએ રેડ કરી હતી. જાે કે પીસીબીએ આ રેડ અંગે ગુનો પણ નોંધ્યો છે.

નારોલ વિસ્તારમાં મોટા પાયે સાતથી વધુ જગ્યાઓ પર મોટા દેશીના જાહેર સ્ટેન્ડ ચાલી રહ્યા હતા. તે અંગે વારંવાર ફરિયાદો થઇ હતી પરંતુ સ્થાનિકથી લઇ ઉચ્ચ અધિકારીઓ વહિવટદારના ઇશારે કોઇ કાર્યવાહી ન કરતા આ અંગેની ફરિયાદ પોલીસ કમિશનરને થઇ હતી. જેના કારણે પોલીસ કમિશનરના સ્કવોર્ડે રેડ કરવાની ફરજ પડી હતી. પીસીબીએ રેડ કરતા આરીફ ફર્ફે લાલો મહેબુબ હુસેન શેખ(રહે. જુહાપુરા) અને અબ્દુલરાશીદ રહીમ અંસારી(રહે શાહપુર) ની ધરપકડ કરી હતી. તેમની પાસેથી ૫૦૨ લીટર દેશી દારુ પકડી પાડ્યો હતો. પોલીસે વાહનો અને દારુનો જથ્થો મળી કુલ ૨ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ વિસ્તારમાં દારુ પહોચાડવા માટે ઇલીયાસ પોતાની ગાડીમાં નડીયાદથી દેશી દારુ લાવતો હતો. બબાલુ સૈયદ આસપાસના તમામ વિસ્તાર એટલે કે, ૧૦ પોલીસ સ્ટેસનથી વધુ વિસ્તારમાં હોલસેલનો દેશી દારુ સપ્લાય કરે છે. તખુબેન સુદામાં એસ્ટેટ નજીક દારુનુ સ્ટેન્ડ ચલાવે છે. ધમી નારોલ ગામમાં દારુનુ સ્ટેન્ડ ચલાવે છે. ગીત ઉર્ફે જુલાવાળી ગીતા રંગોલીનગર ખાતે, વારાવાળી ડોશી નારોલ ગામમાં અને રોબીન રાણીપુર ગામ ખાતે દેશી દારુના જાહેર સ્ટેન્ડ ચલાવતો હોવાનું પીસીબીની તપાસમાં ખુલ્યું છે. નારોલ વિસ્તારમાં અનેક બુટલેગરોના ત્યા રેડ થતાં તેઓ પોલીસ સ્ટેશન દોડી આવ્યા હતા અને કેમ રેડ કરી માલ પાછો આપી દો, પૈસા તો લઇ જાવ છો. કહીને હોબાળો કર્યો હતો. જાેકે આ વિજયસિંહ નામનો વહિવટદાર તમામને સમજાવી રહ્યો હતો. આખરે પીસીબીએ રેડ કરી હોવાનુ ધ્યાને આવતા બુટલેગરો ભાગી ગયા હતા. જાેકે રેડ થતાં વિજયસિંહ અને ઉચ્ચ અધિકારીના વહિવટદાર રોહિતસિંહ દોડધામ કરવા લાગ્યા હતા. આ અંગે નારોલ પીઆઇ આર એમ ઝાલાએ જણાવ્યુ હતુ કે, આવુ કંઇ મારા ધ્યાને આવ્યું નથી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution