ઉત્તરપ્રદેશ-

ઉત્તરપ્રદેશના હાથરસમાં અમરીશની કેટલાક બદમાશોએ ગોળી મારી હત્યા કરી હતી. આ ગુનાના આરોપીઓ પર ઈનામની ધોષણા કરી છે. પોલીસે તેના મુખ્ય આરોપી ગૌરવ પર એક લાખ રુપિયાનું અને બીજા બે આરોપી પર 25-25 હજારના ઈનામની ધોષણા કરી છે. હાથરસના બાળકીની છેડછાડના કેસમાં બદમાશોએ અમરીષની હત્યા કરી હતી. મૃત્યુ પામેલા અમરીશની પુત્રીએ આ આખી ઘટનાનું નિવેદન પણ આપ્યું છે. તેણે જણાવ્યું કે બે દિવસ થયા છતાં પણ પોલીસે મારા પિતાના હત્યારાઓને હજી સુધી પકડ્યા નથી. તેણે તે પણ જણાવ્યું કે અમને ડર લાગે છે કે તે અમારા પર હુમલો કરી શકે તેમ છે કારણ કે તેના પર મોટા નેતાઓનો હાથ છે.

અમરીશની પુત્રીએ પોલીસ પર આરોપ પણ લગાવ્યો કે તે હજી સુધી આરોપીને કેમ પકડતી નથી,તેનું એનકાઉન્ટર થવું જોઈએ. તેને તે પણ કહ્યું કે અત્યારે તો પોલીસ અમારે ઘરે હાજર છે પણ જ્યારે તે નહી હોય ત્યારે અમને કોણ બચાવશે. તણે તે પણ જણાવ્યું કે આરોપી સમાજવાદી પાર્ટીનો છે અને તેનો વીડીયો પણ સામે આવ્યો છે. અમરીશની પત્નીએ કહ્યું, આરોપીઓએ તેમના પર પણ ગોળીઓ ચલાવી હતી. પુત્રીએ કહ્યું કે મારા પર પણ ગોળી ચલાવી હતી, પણ હું નાળામાં પડી ગઈ હોવાથી હું બચી ગઈ. માતાએ કહ્યું આરોપી પહેલા થોડો દૂર ઉભો હતો, પણ પછી તે નજીક આવી ગયો ને ગોળી મારી.