ધ્રાંગધ્રામાં 12.50 લાખની ચોરીનો પોલીસે ઉકેલ્યો ભેદ, જાણો વધુ
27, નવેમ્બર 2020

સુરેન્દ્રનગર-

જિલ્લાનાં ધ્રાંગધ્રા શહેરમાં 20 દિવસ પહેલા ધોળા દિવસે ઘરફોડ ચોરી થઈ હતી. આ ઘરફોડ ચોરીની ઘટનામાં 12 લાખથી વધુની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી. ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનમાં ચોરી થયાની ફરિયાદ નોંધાઈ છે. ત્યારબાદ ધોળા દિવસે ધ્રાંગધ્રા શહેરના હળવદ રોડ જેવા પોશ વિસ્તારમાં ચોરીની મોટી ઘટનાનાં સમાચાર વાયુ વેગે સમગ્ર શહેરમાં ફેલાઈ ગયા હતા. ધોળા દિવસે થયેલી ચોરીના સમાચાર સાંભળી લોકોમાં ચોરોના ફફડાટ ફેલાયો હતો. આની સાથે ચોરી કરતા તત્વોને તાત્કાલિક ઝડપી પાડવા લોકોની તીવ્ર માંગ પણ ઉઠવા પામી હતી.

ત્યાર બાદ સીટી પોલીસ માટે દિવસે ચોરીને અંજામ આપતા ઘરફોડ ચોરોને પડકવા એક ચેલેન્જ બની ગઈ હતી. આથી ધ્રાંગધ્રા DySp આર.બી દેવધાની સુચનાઓને ધ્યાનમાં રાખીને પી.આઈ. દ્વારા તપાસ કરવામાં આવી હતી, આ પોલીસ તપાસમાં ગણતરીના દિવસોમાં જ 12 લાખથી વધુ રૂપિયાની ચોરીને અંજામ આપનારા ઘરના ફરિયાદીની પત્ની અને એનો મિત્ર બંને જેલ હવાલે કરવામાં આવ્યા હતા. ધ્રાંગધ્રા સીટી પી.આઈ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કર્યા બાદ સૂત્રોની જાણકારીઓ દ્વારા ઘરના ફરિયાદીની પત્ની અને એના મિત્રની પૂછપરછ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા કરવામાં આવેલી પુછપરછમાં બંન્ને ભાંગી પડ્યાં હતાં. આથી બંન્નેએ ઘરફોડ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. બાદ બંન્નેની ધડપકડ કર્યા બાદ ચોરાયેલો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution