એસજી હાઈવે પર પોલીસ સ્પીડ ગનથી લોકોને ટ્રાફિકના નિયમોનું ભાન કરાવશે
22, મે 2022

અમદાવાદ, અમદાવાદમાં આજથી કેટલાક વિસ્તારોમાં ટ્રાફિક પોલીસ હવે સ્પીડ ગનની મદદથી લોકોને ટ્રાફિકના નિયમોનું ભાન કરાવશે. જાે તમે આ વિસ્તારમાંથી નીકળવાના હોય તો વાહન ચલાવતી વખતે સ્પીડ મીટર પર નજર નહીં રાખો તો દંડ ભરવો પડશે.એસજી હાઈવે પર પોલીસ દ્વારા સ્પીડ લિમિટની આજથી કડક અમલવારી શરૂ થઈ છે. વાહન ગતિ મર્યાદાનો અમલ કરવા માટે રોડ પર ઠેર ઠેર લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં એક ખાસ પ્રકારનું સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે. જેના પરથી વાહનની સ્પીડ જાણી શકાશે, અને જાે વાહન નિશ્ચિત સ્પીડથી વધારે ઝડપે હંકારવામાં આવ્યું હશે તો દંડ ફટકારવામાં આવશે. ટ્રાફિક પોલીસના કહેવા પ્રમાણે જાે કોઈ વાહન ચાલક પ્રથમ વખત ગતિ મર્યાદાનો ભંગ કરશે તો તેની પાસથી બે હજાર રૂપિયા દંડ વસૂલ કરાશે. બીજી વખત પકડાશે તો ચાર હજાર રૂપિયા દંડ વસૂલ કરાશે. ત્યારબાદ પણ જાે પકડાશે તો છ મહિના માટે લાઇસન્સ જ સસ્પેન્ડ કરી દેવામાં આવશે. હાલ આ અમલવારી પ્રાયોગિક ધોરણે ફક્ત એસ.જી હાઈવે પર કરવામાં આવશે. ગાંધીનગર જવા માટે સૌથી વધારે સરખેજ ગાંધીનગર હાઇવેનો ઉપયોગ થાય છે. આ હાઈવે પર ટ્રાફિકનું ભારણ ઓછું કરવા માટે મોટાભાગના ક્રોસ રોડ પર ઓવરબ્રિજ બની ગયા છે એથવા કામ ચાલુ છે. જાેકે, સરકારના તમામ પ્રયાસો છતાં એસ.જી. હાઈવે પર સૌથી વધારે અકસ્માત થાય છે. આ હાઇવે સિક્સ લેનનો હોવાથી અહીં ચાલકો વધારે ઝડપમાં વાહનો હંકાર છે. આ જ કારણ છે કે અહીં અકસ્માતો પણ વધારે થાય છે. જે બાદમાં સૌથી પહેલા આ હાઇવે પર ગતિ મર્યાદા લાગુ કરવાનો ર્નિણય કરાયો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution