દિલ્હી-

દેશની રાજધાની નવી દિલ્હીમાં આંતરિક કટોકટી જાહેર કરવી પડે એટલી હદે પ્રદૂષણ વધી ગયું હતું. પાટનગરના મોટા ભાગના વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 500 ના આંકને વટાવી ગયો હતો. સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડે હવા હજુ વધુ ઝેરી બને એવી શક્યતા હોવાની આગાહી કરી હતી. મંદિર માર્ગ, પંજાબી બાગ, નજફગઢ, શ્રી અરવિંદ માર્ગ, પૂસા, રોહિણી, પડપડગંજ, જવાહર લાલ નહેરુ સ્ટેડિયમ વગેરે વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 500ના આંકને વટાવી ગયો હતો.

ભારત ઋતુ વિજ્ઞાન વિભાગે કહ્યું હતું કે આજે સવારે વિઝિબિલિટી માત્ર 300 મીટરની રહી હતી. એને કારણે રોજ સવારે જે વિસ્તારોમાં ટ્રાફિક જામ સર્જાતો હોય ત્યાં પણ આજે ઓછાં વાહનો જાેવા મળ્યાં હતાં. અત્રે એ યાદ રહે કે દિલ્હીની સરકારે પ્રદૂષણને ધ્યાનમાં રાખીને દિવાળીએ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લાદ્યો હતો અને પ્રતિબંધનો ભંગ કરનારા લોકોને એક લાખ રૂપિયા દંડ અને પાંચ વર્ષની જેલની સજા જાહેર કરી હતી.