પોરબંદર: બોટ એસોસિએશનની માગ, મત્સ્યોદ્યોગ કમિશ્નરને લેખિતમા રજૂઆત કરાઈ
27, ઓક્ટોબર 2020

પોરબંદર-

માછીમાર બોટ એસોસિએશન દ્વારા મત્સ્યોદ્યોગ કમિશ્નરને કરાયેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે, હાલમાં રાજ્યમાં દરેક જગ્યાએ 15 દિવસનો ફિશીંગ સમયગાળો નિયત થયેલો છે. જે અન્વયે માછી મારોની રજૂઆતને ધ્યાને લઈ બોટ એસોસિએશનની માંગ છે કે ફિશિંગનો સમયગાળો 15 દિવસ છે. તેની જગ્યાએ 20 દિવસનો સમયગાળો નિયત કરવામાં આવ્યો તો માચ્છીમારોને બોટો મોડી થવાથી લેઈટ સહીની સમસ્યા હલ થઈ શકે.ઉપરાંત ખરાબ હવામાન, કુદરતી આપત્તિના કારણે, માછલીની ઓછી પડતર તથા ફિશિગ ગ્રાઉન્ડ દૂર હોવાથી 15 દિવસમાં બોટ બંદરમાં પરત ફરવામાં મોડી થવાની સમસ્યા ઉદ્ભવે છે. તેનો હલ થઈ શકે જેથી ફિશિંગનો સમયગાળો 20 દિવસનો કરવા અને પ્રત્યેક ફિશિંગ ટ્રીપમાં ટોકન બુકમાં ફિશિંગ ટ્રીપ 20 દિવસની સહી કરવાનો સમયગાળો નિયત કરવા રજૂઆતમાં જણાવ્યું છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution