ધો.૧૦-૧૨ બોર્ડની પરીક્ષા અંગે વૈકલ્પિક ર્નિણય લેવાય એવી શક્યતાઓ
13, એપ્રીલ 2021

ગાંધીનગર રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ વકરેલી હોવાથી આગામી મે મહિનામાં શરૂ થતી ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષાની તારીખો અંગે બોર્ડ દ્વારા પુનઃ વિચારણા કરાય તેવું ચર્ચાઈ રહ્યું છે. રાજ્યભરમાં કોરોનાની સ્થિતિમાં સુધારો નહીં આવે તો બોર્ડની પરીક્ષાને ગ્રહણ લાગે તેવી શક્યતા છે. કોરોનાના કપરા કાળમાં રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં ર્નિણય લેવો જાેઈએ. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૦ અને ધો.૧૨ની પરીક્ષાઓની તારીખ અગાઉ જાહેર કરવામાં આવી હતી.  બોર્ડના નિયત કાર્યક્રમ મુજબ ધો.૧૦ અને ધો.૧૨ની બોર્ડની પરીક્ષાઓ આગામી ૧૦થી ૨૫ મે દરમિયાન લેવામાં આવનાર છે. પરંતુ હાલ રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ બેકાબુ છે. અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરત સહિતના શહેર-જિલ્લામાં કોરોના કેસોમાં પ્રતિદિન વધારો થઈ રહ્યો છે.

કોરોનાની વકરેલી પરિસ્થિતિને કારણે ધો.૧૦ અને ધો.૧૨ના વિદ્યાર્થીઓ સાથે વાલીઓ પણ મુંઝવણમાં મુકાયાં છે. કોરોનાના માહોલમાં વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા મોકલી વાલીઓ જાેખમ લેવા રાજી નથી. બીજી તરફ, જાે રાજ્યમાં આગામી દિવસોમાં કોરોનાની પરિસ્થિતિમાં સુધારો ના થયો તો સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ધો.૧૦ અને ધો.૧૨ની બોર્ડની પરીક્ષાઅની તારીખો અંગે પુનઃ વિચારણા કરવામાં આવે તેવી ચર્ચાએ જાેર પકડયું છે. રાજ્યભરમાં કોરોના વાઇરસના વધતા જતા કેસો અંકુશમાં આવે નહીં તો બોર્ડની પરીક્ષા પાછી ઠેલાઈ શકે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી. કારણકે જીએસઇબી બોર્ડ દ્વારા આઠ મહાનગરપાલિકાના ૮૪૭ કેન્દ્રોમાં વિજ્ઞાન પ્રવાહની પ્રાયોગિક પરીક્ષા સ્થગિત રાખવાનો ર્નિણય તાજેતરમાં લેવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ વિદ્યાર્થીઓના હિતમાં ર્નિણય કરે તે જરૂરી છે. ધો.૧૦ અને ધો.૧૨ની બોર્ડની પરીક્ષાની તારીખોમાં ફેરફારની બોગસ યાદી સોશિયલ મીડિયામાં થોડા દિવસ અગાઉ વાઇરલ કરવામાં આવી હતી. જાેકે, બોર્ડ દ્વારા તે સમયે પરીક્ષાઓ આગામી ૧૦થી ૨૫ મે મહિના દરમિયાન લેવાશે તેવો ખુલાસો પણ જાહેર કરવામાં આવ્યો હતો. જીએસઇબી બોર્ડ દ્વારા ધો.૧૦ અને ધો. ૧૨ની પરીક્ષાઓ આગામી મે મહિનામાં છે. હાલ પરીક્ષા રદ કે પાછી ઠેલાઈ તેવો કોઈ ર્નિણય લેવાયો નથી. પરંતુ કોરોનાની સ્થિતિ જાેત બોર્ડ વૈકલ્પીક ર્નિણય લઈ શકે તેવું ગુજરાત બોર્ડના સૂત્રો પાસે જાણવા મળ્યું છે.

ગાંધીનગરની ચૂંટણી મોકૂફ રહી શકે તો બોર્ડની પરીક્ષા કેમ નહિ? વાલીઓનો સરકારને સવાલ

અમદાવાદ, કોરોનાકાળમાં હાલ તમામ પ્રકારની શૈક્ષણિક કામગીરી ઓનલાઈન ચાલી રહી છે. કોરોનાએ હાહાકાર મચાવતા રાજ્યની તમામ સરકારી અને ખાનગી કોલેજાેમાં પ્રત્યક્ષ શૈક્ષણિક કાર્ય ઑફલાઈન બંધ કરાયુ છે. આગામી ૩૦મી એપ્રિલ સુધી ઓનલાઈન શિક્ષણ રહેશે. જાેકે, સરકારની આ જાહેરાત વચ્ચે શિક્ષણ વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. ધોરણ ૧ થી ૮ તેમજ કોલેજના ઓફલાઈન વર્ગ બંધ કરવાની રાજ્ય સરકારે જાહેરાત કરી છે, પણ ધોરણ ૯ થી ૧૨ ના વર્ગો માટેની જાહેરાત કરવાનું સરકાર ભૂલી ગઈ છે. ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલે જણાવ્યું, સ્કૂલ સંચાલકો પણ અસમંજસની સ્થિતિમાં મૂકાયા છે. અગાઉ સરકારે ઓફલાઈન વર્ગ શરૂ કરતાં પહેલાં વાલી પાસેથી ફરજિયાત પરવાનગી માંગી હતી. પરંતુ વધતા કોરોના સંક્રમણને પગલે રાજ્ય સરકારે કોલેજાે ૩૦ એપ્રિલ સુધી બંધ રાખવાની જાહેરાત કરી, પણ ધોરણ ૯ થી ૧૨ માટે કોઈ જાહેરાત ના કરી. ભાસ્કર પટેલે કહ્યું, શિક્ષણ વિભાગ પેરાલાઈઝ્‌ડ થઈ ગયું છે. સરકારે ધોરણ ૧ થી ૯ બંધ રાખવાની જાહેરાત કરી, પણ પરિપત્ર માત્ર ધોરણ ૧ થી ૮ માટે કર્યો, ધોરણ ૯નો ક્યાંય ઉલ્લેખ નથી. કોલેજાે ૩૦ એપ્રિલ સુધી બંધ કરી પણ બોર્ડના બાળકો માટે કોઈ જાહેરાત નથી કરી. બોર્ડની પરીક્ષાને ગણતરીનો સમય બાકી છે છતાંય પરીક્ષા અંગે કોઈ જાહેરાત કરાઈ રહી નથી. બાળકો સાથે વાલીઓ પણ ચિંતિત છે. હાલની સ્થિતિ જાેતા બોર્ડની પરીક્ષા ૧ મહિનો પાછી ઠેલવવી જાેઈએ.તેમણે કહ્યું કે, બોર્ડની પણ ચૂંટણીની તારીખ જાહેર થઈ છે, ઉમેદવાર નક્કી થયા છે, પણ જાે ગાંધીનગર મનપાની ચૂંટણી મોકૂફ રહી છે તો બોર્ડની પરીક્ષા કેમ મોકૂફ નથી રખાતી. હાલ વધી રહેલા કેસોને જાેતા સરકારે ૧ થી ૫ ના વિદ્યાર્થીઓ માટે માસ પ્રમોશન અંગે અથવા અગાઉ લેવાયેલી પરીક્ષાના માર્ક મુજબ રિઝલ્ટ તૈયાર કરી લેવું જાેઈએ. સરકારે બાળકોનું ધ્યાન રાખીને તાત્કાલિક ધોરણ ૯ થી ૧૨ ના વર્ગો બંધ કરવા સત્તાવાર આદેશ કરવો જાેઈએ, ડીઇઓને તે અંગે જાણ કરી આદેશ આપવો જાેઈએ. અલગ અલગ જિલ્લામાંથી સતત સંચાલકોને ફોન આવી રહ્યા છે, ડીઇઓને હાલ ધોરણ ૯ થી ૧૨ ના વર્ગો અંગે કોઈ સૂચના સરકારે આપી નથી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution