24, એપ્રીલ 2025
મોરબી |
મોરબીમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા વિરોધ
પહેલગામના હુમલાનો ઠેર ઠેર આક્રોશ સાથે વિરોધ
પહેલગામના હુમલાને સમગ્ર દેશમાં લોકો વખોડી રહયા છે. નિર્દોષ પ્રવાસીઓને અંધાધૂંધ ગોળીબાર કરીને આતંકવાદીઓએ મોતને ઘાટ ઉતારી દીધા જે ઘટના બાદ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મોરબીમાં બજરંગ દળના કાર્યકરોએ ઘટનાને વખોડી ઠેર ઠેર પોસ્ટર લગાવ્યા છે અને ધર્મને જોઈને સામાન ખરીદવા અપીલ કરી છે.
કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાનો વિરોધ સમગ્ર દેશમાં થઇ રહ્યો છે. આતંકવાદીઓએ પ્રવાસીઓને તેઓના નામ અને ધર્મ પૂછયા બાદ ગોળી મારી હતી જેના કારણે હિન્દૂ સંગઠનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. મોરબીમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો અને પોસ્ટર લગાવ્યા જેમાં લખ્યુ છે મોતે પણ માત્ર ધર્મ જોયો, "ધર્મ જોઈને સામાન ખરીદો, આ હિન્દુની દુકાન છે"મોરબીના દરબારગઢ ચોક, નહેરુ ગેટ ચોક, રવાપર રોડ, જેલ રોડ, વઘપરા સહિતના વિસ્તારમાં આ પ્રકારનાં પોસ્ટર લગાવવામાં આવ્યા છે. હિન્દૂ સંગઠનો દ્વારા આ ઘટનાનો જડબાતોડ જવાબ આપવો જોઈએ તેવી સરકાર પાસે માગ કરવામાં આવી છે.