કલ્યાણપુરની ભાટિયા સબપોસ્ટ ઓફિસરનાકરોડના ઉચાપત પ્રકરણમાં પોસ્ટ કર્મચારીની ધરપકડ
03, ડિસેમ્બર 2021

દેવભૂમિ દ્વારકા, દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં આવેલી ભાટિયા ગામની સબપોસ્ટ ઓફિસમાં દોઢ વર્ષના સમયગાળા દરમિયાન એક કર્મચારી દ્વારા રૂ. ૧.૫૬ કરોડની સુવ્યવસ્થિત રીતે કરવામાં આવેલી ઉચાપતનું કૌભાંડ પ્રકાશમાં આવ્યા બાદપોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને આ અંગેનું સાહિત્ય કબજે કર્યું છે. ઉચાપત કરાયેલી રકમપૈકી ૧.૪૪ કરોડ આરોપી શખ્સ દ્વારાપરત જમા કરાવી દેવામાં આવ્યા છે. ચકચારી એવા આ પ્રકરણમાં ભાટિયા ખાતે રહેતા અને આ ગામની સબપોસ્ટ ઓફિસમાંપોસ્ટલ આસિસ્ટન્ટ અને ઇન્ચાર્જ સબપોસ્ટ માસ્તર તરીકે ફરજ બજાવતા તારક હેમતભાઈ જાદવ દ્વારા તા. ૧૦-૦૬-૨૦૧૯થી તા. ૧૯-૧૨-૨૦૨૦ સુધીના સમયગાળા દરમિયાનપોતાના અધિકારનો દુરુપયોગ કરી અને તેમની અંડરમાં આવતી ૧૮પૈકીની ૧૬ બ્રાન્ચના ૧૧૦ વખત કરવામાં આવેલા ટ્રાન્ઝેકશન મારફતે કોમ્પ્યુટર સોફ્ટવેરમાં એન્ટ્રી કરી, રૂપિયા ૧,૫૫,૭૫,૦૦૦ની રોકડ રકમ ઉપાડી લેવામાં આવી હતી. દોઢ વર્ષ દરમિયાનનું આ સમગ્ર કૌભાંડ પ્રકાશમાં આવતા આ અંગે જામનગરનાપોસ્ટ અધિકારી પિનાકીન શાહની ફરિયાદપરથી કલ્યાણપુર પોલીસે પોસ્ટ કર્મચારી તારક જાદવ સામે આઈ.પી. સી. કલમ ૪૦૯ મુજબ ગઈકાલે વિધિવત રીતે ધરપકડ કરી હતી.પી.એસ.આઈ. એફ.બી. ગગનીયા સમગ્ર પ્રકરણ રહેલું કોમ્પ્યુટર રેકર્ડ તથા સાહિત્ય કબજે લેવામાં આવ્યું. છે. વધુમાં જાહેર થયેલી વિગત મુજબ આરોપી રાખ્સ દ્વારા તેની તપાસ દરમિયાન ઉચાપતપૈકીની રૂ.૧.૪૪ કરોડની રકમ સરકારમાંપરત જમા કરાવી દેવામાં આવી છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution