પ્રજાવત્સલ શ્રીમંત સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ વર્ષ ૧૮૯૬માં પત્ની ચિમનાબાઈની સ્મૃતિમાં વડોદરાના રાવપુરા વિસ્તારમાં ક્લોક ટાવર બનાવ્યું હતું, જેની ઘડિયાળ સ્પેશિયલ લંડનથી મગાવવામાં આવી હતી, જે છેલ્લા ૧૨૮ વર્ષથી વડોદરાને લગાતાર સમય બતાવતી હતી. પણ કોર્પોરેશનના શાસકોની નિષ્ક્રિયતા અને દેખરેખના અભાવે છેલ્લાં કેટલાંક દિવસોથી ટાવરની ઘડિયાળ બંધ હાલતમાં છે. કહેવાય છે કે, બંધ ઘડિયાળ ઘરમાં રાખવી વાસ્તુશાસ્ત્ર પ્રમાણે યોગ્ય નથી. અહીં તો આખાય શહેરની ઘડિયાળ બંધ છે અને કદાચ એટલે જ શહેરનો સમય પણ અટકી ગયો હશે!!