દિલ્હી-

ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જીની તબિયત બગડી રહી છે. સ્થિતિ નાજુક છે. સેનાની રિસર્ચ અને રેફરલ હોસ્પિટલે કહ્યું કે પ્રણવ મુખર્જીની સ્થિતિ ચિંતાજનક છે અને હજુ તેમને વેન્ટિલેટર પર જ રાખ્યા છે. આપને જણાવી દઇએ કે બ્રેન સર્જરી બાદથી પ્રણવ મુખર્જીની સ્થિતિ ગંભીર છે.

પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણબ મુખર્જીની સ્થિતિમાં સવારથી કોઇ ફેરફાર નથી. તેઓ કોમામાં છે. અત્યારે તેઓ સતત વેન્ટિલેટર પર છે. 84 વર્ષના મુખર્જીને સોમવારના રોજ સૈન્ય હોસ્પિટલમાં દાખલ કરાયા હતા અને બ્રેન સર્જરી પહેલાં તેમને કોરોના વાયરસથી સંક્રમિત થયાની પુષ્ટિ થઇ હતી.