આ વર્ષે ૬ ગ્રહણ સર્જાવાના હતા જેમાં આવનાર દિવસોમાં 2 ગ્રહણ સર્જાવાના છે જેમાંથી એક સુર્ય ગ્રહણ જે ૨૧ જુલાઇ તથા ચંદ્ર ગ્રહણ ૫ જુલાઇએ સર્જાવા દઇ રહ્યું છે. ગ્રહણ દરમ્યાન ગર્ભવતી મહિલાઓને ખાસ ધ્યાન રાખવાનુ વડિલો કહે છે. ચંદ્ર ગ્રહણ દરમિયાન અનેક કાર્યો વર્જિત હોય છે. માનવામાં આવે છે કે, આ દરમિયાન નકારાત્મક ઉર્જાનો પ્રભાવ ખૂબ જ વધુ રહે છે. આથી, કેટલીક સાવધાનીઓ રાખવાની જરૂર પડે છે. ખાસ કરીને ગર્ભવતી મહિલાઓએ ગ્રહણના સમયે વધુ કાળજી રાખવાની હોય છે. જેથી ગ્રહણનો ખરાબ પ્રભાવ ગર્ભમાં રહેલા બાળક પર ના પડી શકે.

ગર્ભવતી મહિલાઓએ ગ્રહણના સમયે ભગવાનનું મનમાં ધ્યાન કરવું જોઈએ, મંત્ર જાપ કરવા જોઈએ. ગર્ભવતી મહિલાઓએ ઘરમાંથી બહાર પણ નીકળવું ના જોઈએ કારણ કે એવી માન્યતા છે કે, ગર્ભવતી મહિલાઓ જો ગ્રહણ જોઈ લે તો તેની અસર ગર્ભમાં રહેલા બાળક પર પડે છે. જેને કારણે બાળકનો શારીરિક અને માનસિક ખોડ-ખાપળ લઇને જન્મે છે.