વડોદરા-

રાજ્યમાં આવતા વર્ષે 2021માં યોજાનારી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણી માટે પ્રદેશ ભાજપ દ્વારા શહેરના 6 નેતાને વિવિધ જવાબદારી સોંપવામાં આવી છે. પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભાર્ગવ ભટ્ટને પ્રદેશ ઇલેક્શન ઇન્ચાર્જ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા 2021ની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પ્રદેશ ભાજપ દ્વારા વડોદરાના ત્રણ નેતાને ચૂંટણી માટે વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે. પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભાર્ગવ ભટ્ટને પ્રદેશ ઇલેક્શન ઇન્ચાર્જ તરીકે નિમવામાં આવ્યા છે. પ્રદેશ ભાજપના મહામંત્રી શબ્દશરણ બ્રહમભટ્ટને આણંદ જિલ્લાના ઇન્ચાર્જ બનાવાયાં છે. પૂર્વ મંત્રી ભુપેન્દ્ર લાખાવાલાને મહીસાગર અને પ્રદેશ મંત્રી અમિત ઠાકરને દાહોદની જવાબદારી સોંપાઈ છે. શહેરના પૂર્વ મેયર અને બેંક ઓફ બરોડા ડિરેક્ટર ડો.ભરત ડાંગરને પ્રદેશ પ્રવક્તાની જવાબદારી સોંપાઈ છે. શહેર ભાજપના પૂર્વ મહામંત્રી તથા શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન કેયૂર રોકડિયાને મધ્ય ઝોનના પ્રવક્તા તરીકે નિમણૂક કરવામાં આવી છે. બીજી તરફ વડોદરા જીલ્લાના ઇન્ચાર્જ તરીકે સાંસદ દેવુસિંહ ચૌહાણ અને ધારાસભ્ય પંકજ દેસાઈની નિમણુક પ્રદેશ ભાજપ દ્વારા કરવામાં આવી છે. રાજ્યમાં આવતા વર્ષે 2021માં યોજાનારી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણી માટે પ્રદેશ ભાજપ દ્વારા શહેરના 6 નેતાને વિવિધ જવાબદારી સોંપવામાં આવી છે. પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભાર્ગવ ભટ્ટને પ્રદેશ ઇલેક્શન ઇન્ચાર્જ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.