વોશ્ગિટંન-

અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઇડને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વધુ એક ર્નિણયને બદલી દીધો છે. તેમણે સેનામાં ટ્રાન્સજેન્ડરોની ભરતી પર રોક લગાવેલા વિવાદીત પ્રતિબંધને હટાવી દીધો છે. બાઇડનના આ પગલાનું એલજીબીટી સમુદાયે સ્વાગત કર્યું છે. અમેરિકન સિવિલ લિબર્ટી યૂનિયનએ આ ર્નિણય પર ખુશી વ્યક્ત કરતા કહ્યું છે કે આ ટ્રાન્સજેન્ડરોના અધિકારોની લડાઈમાંથી એક છે. રાષ્ટ્રપતિ કાર્યાલયે આ ર્નિણય વિશે ટ્‌વીટ કરીને જાણકારી આપી છે.

જાે બાઇડનના કાર્યભાર સંભાળ્યા બાદથી જ માનવામાં આવી રહ્યું હતુ કે પેન્ટાગન આ નીતિમાં બદલાવ કરી શકે છે. વ્હાઇટ હાઉસથી જાહેર એક નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે, “રાષ્ટ્રપતિ જાે બાઇડન માને છે કે કોઈની લૈંગિક ઓળખને સેનામાં કામ કરવાનો માપદંડ ના બનાવવો જાેઇએ. અમેરિકાના તમામ યોગ્ય નાગરિકોનું સેનામાં સામેલ થવું દેશ અને સેના બંને માટે સારું છે, કેમકે એકજૂટ થયેલી શક્તિ વધારી પ્રભાવશાળી હોય છે. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો આપણા રાષ્ટ્રહીતમાં છે. અમેરિકાની તાકાત તેની વિવિધતામાં છે.