અમેરિકાના ૧૪૦ શહેરોમાં વિરોધ-પ્રદર્શન ૨૪ રાજ્યોમાં ૧૭ હજાર સૈનિકો તૈનાત કરાયા
04, જુન 2020

વોશિંગ્ટન,તા.૩

અશ્વેત નાગરિક જાર્જ ફ્લોઇડના મોત બાદ અમેરિકમાં હિંસા ભડકી ઉઠી છે. અમેરિકામાં લગભગ ૧૪૦ શહેરોમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. હિંસાને ધ્યાનમાં રાખીને ટ્રમ્પે દેશના ૨૪ રાજ્યોમાં લગભગ ૧૭,૦૦૦ સૈનિકોને તહેનાત કરી દીધા છે. 

આ વચ્ચે વ્હાઈટ હાઉસે જણાવ્યું કે, હિંસા, લૂંટ, અરાજકતા અને નુકસાનને ચલાવી લેવામાં નહીં આવે. રાષ્ટપતિએ સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે, અમે અમેરિકાના રોડ પર જે થઈ રહયુ તે જાઈ રહ્યા છે અને તે મંજૂર નથી. આ ગુનાહિત કૃત્ય પ્રદર્શન નથી અને ન તો અભિવ્યક્તિ છે. પ્રેસ સચિવે જણાવ્યું છે કે, ૨૪ રાજ્યોમાં નેશનલ ગાર્ડના લગભગ ૧૭,૦૦૦ સૈનિકોને તહેનાત કરવામાં આવ્યા છે. કુલ ૩,૫૦,૦૦૦ નેશનલ ગાર્ડ ઉપલબ્ધ છે અને હિંસાને રોકવા માટે પગલા લેવામાં આવશે. દેશમાં ગવર્નરો માટે કાર્યવાહી કરશે. તેમણે રાજ્યમાં નેશનલ ગાર્ડ તહેનાત કરવા જાઈએ.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution