પોતાના જ વોર્ડમાં રોજે રોજ પાણી આપવાની વ્યવસ્થા અને આવાસમાં એકાંતરે પાણીથી રોષ
14, એપ્રીલ 2022

રાજકોટ, પોતાના જ વોર્ડમાં રોજે રોજ પાણી આપવાની વ્યવસ્થા અને આવાસમાં એકાંતરે પાણીથી રોષ રાજકોટના મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલે તેના વોર્ડમાં દૈનિક પાણી આપવાનું કામકર્યુ હતુ જ્યારે વોર્ડ નંબર ૧૧માં આવેલ મુખ્યમંત્રી આવાસમાં એક દિવસ છોડીને ઓછુ પાણી વિતરણ થતું હોવાના આક્ષેપ સાથે સ્થાનિકો હાલાકી ભોગવી રોષ ઠાલવી રહ્યા છે. સમગ્ર મામલે સ્થાનિકોનાં કહેવા મુજબ, સ્ટે. ચેરમેનનાં વોર્ડમાં દરરોજ પાણી અપાય છે. જેમાં વિરસાવરકર આવાસમાં રોજ ધરદીઠ ૧૫૦ લીટર પાણી અપાય છે. જ્યારે નજીકમાં આવેલ પંડિત દીનદયાળ આવાસ યોજનાનાં ક્વાર્ટરમાં એકાંતરા અને તે પણ અપૂરતું પાણી આપવામાં આવી રહ્યું છે. જાે ખરેખર પાણીની મુશ્કેલી હોય તો તમામ સ્થળે ઓછું પાણી મળવું જાેઈએ. પરંતુ અહીં પાણી વિતરણમાં લાગવાગશાહી જાેવા મળી રહી છે. ત્યારે આ મામલે તાત્કાલિક યોગ્ય પગલાં લેવાની માંગ લોકો કરી રહ્યા છે. હાલ એકતરફ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે. બીજીતરફ પાણી વિતરણમાં કોર્પોરેશનની બેધારી નીતિ જાેવા મળી રહી છે. જેમાં સ્ટે. ચેરમેનનાં વોર્ડમાં દરરોજ પાણી વિતરણ કરવમાં આવી રહ્યું છે. જ્યારે આવાસ યોજનાનાં ક્વાર્ટરમાં એકાંતરા અપૂરતું પાણી અપાતા સ્થાનિકોમાં રોષની લાગણી જાેવા મળી રહી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution